Surendranagar Fire : કોમ્પલેક્ષની દુકાનોમાં લાગી ભીષણ આગ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat:

Surendranagar Fire : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. તેમ દુર્ઘટનાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બજારમાં લાગેલી આગમાં આશરે 10થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે આગ એટલી ભીષણ હતી કે આગ કાબુ મેળવવા માટે આર્મી જવાનોની મદદ લેવી પડી હતી.

આ પણ વાંચો : Career Tips : ધોરણ 12 બાદ ડૉક્ટર બનવા શું કરવું જોઈએ?

મળતી માહિતી અનુરાસ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે પાંચ વાગ્યે વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેશન શોપમાં આગ લાગતા આસપાસની 10થી વધુ દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું આગ એટલી ભયંકર રીતે ફેલાઈ હતી કે વિરમગામથી વધારાના ફાયર ફાઈટરો બોલાવાયા આવ્યા હતા. એટલું જ નહિ આગને કાબૂમાં લેવા 50થી વધુ આર્મી જવાનો પણ કામે લાગ્યાં હતા.

આ પણ વાંચો : ધનતેરસ પર આ 5 વસ્તુઓને જોવી ખૂબ જ શુભ છે, દેવી લક્ષ્મી વરસાવશે આશીર્વાદ.

કલેક્ટરે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, આગે ભીષણ સ્વરૂપ લીધુ હતુ. મુખ્ય બજારમાં 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. હાલ આર્મી અને ફાયર વિભાગના જવાનોને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર 10થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.