Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગેરકાયદે ખનન દરમિયાન 3 મજૂરોના મોત થયા છે.
આ પણ વાંચો : “મે સંન્યાસ નથી લીધો” : મેરી કોમ
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી (Muli) તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાય છે. ગેરકાયદે ચાલતી કોલસાની ખાણમાં (Coal Mine) ખનન દરમિયાન ભેખડો ધસી પડતા 4 લોકો દટાયા હતા. આ ઘટનામાં 4 મજૂરોના મોત થતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર, મૂળી તાલુકાના ખંપાળીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ખનન (Illegal mining) પ્રવૃતિ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાય હતી. ખંપાળીયા ગામની સીમમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ખોદકામ દરમિયાન 4 મજૂરો દટાયા હતા. કોલસાની ખાણમાં ખનન કરતી વખતે અચાનક ભેખડો ધસી પડી હતી. આ દુર્ઘટમાં 3 પરપ્રાંતિય અને 1 સ્થાનિક મજૂર મળી કુલ 4 લોકો ભેખડ નીચે દબાઈ જતા મોત નીપજ્યાં હતા. મૃતકોમાં 3 પુરુષો અને 1 મહિલા મજૂર હોવાનું સામે આવ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જોકે, આ બનાવ અંગે હજુ સુધી પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. કોઈ પોલીસ ફરિયાદ પણ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં આવી ગેરકાયદે ખનન પ્રવૃતિ બેફામ રીતે ધમધમી રહી છે. અગાઉ પણ ગેરકાયદે ખનન પ્રવૃતિ દરમિયાન ઘણાં મજૂરોના જીવ ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. પરંતું આમ છત્તા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને લઈ પણ અનેક સવાલો ઊઠી રહ્યાં છે.