રાજકોટ એરપોર્ટથી સમર શેડયુલમાં 12 ફલાઇટ ઉડશે

ખબરી ગુજરાત ગુજરાત

ઓકટોબર સુધી રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની 1-1 ફલાઇટ ઉડશે

એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી મુંબઈની ૫, દિલ્હીની ૨, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની ૧-૧ ફલાઈટ ઉડશે. આ સાથે જ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચોટીલા પાસેના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ૧૨ ફ્લાઈટ ઉડાન ભરશે. ૩૧મી માર્ચથી રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક ૯ ફલાઈટ ઉડાન ભરશે તો પુણે અને ગોવાની ફલાઈટ અઠવાડિયામાં ૩ દિવસ તો અમદાવાદની નવી શરૂ થનારી ફલાઇટ અઠવાડિયામાં ૬ દિવસ ઉડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઉડાન ભરતી ઇન્દોરની ફલાઇટ ૩૧મી માર્ચથી બંધ થઈ જશે. જયારે અમદાવાદની ફલાઇટ શરૂ થશે. રાજકોટથી શરૂ થનારી અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટ બપોરે ૧૫:૩૦ વાગ્યે રાજકોટ પહોંચશે અને ૧૫:૫૦ વાગ્યે રાજકોટથી અમદાવાદ જવા માટે રવાના થશે. રાજકોટથી અમદાવાદની ફ્લાઈટ ૩૧ માર્ચથી અઠવાડિયામાં ૬ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના ઉડાન ભરશે. જેનો લાભ રાજકોટથી અમદાવાદ જનારા ઉપરાંત કનેકટિંગ ફ્લાઈટમાં જવા માંગતા રાજકોટથી મુંબઈ જવા ફ્રિકવન્સી વધારે છે મુંબઈ જવા માટે માટેની એટલે કે દરરોજની ૬ ફ્લાઈટ ઉડાન ભરશે. દિલ્હીની ર જ ફ્લાઈટ જયારે ઉડશે. રાજકોટથી અગાઉ ઉદયપુર માટેની ફ્લાઈટ ઉડાન ભરતી હતી.

આ ઉપરાંત હાલ ઈન્દોરની ફ્લાઈટ પણ ઉડાન ભરે છે. ૩૧ માર્ચથી ઉદયપુર અને ઇન્દોર એમ બંને ફ્લાઈટ બંધ થઈ જશે. જોકે, તેની સામે નવી અમદાવાદની ફ્લાઈટનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને થવાનો છે. જે પરથી કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી ૩૧ માર્ચથી ૧૨ ફ્લાઈટ ઉડાન ભરશે.