Dinesh Rathod, Khabri Gujarat
Agriculture News: રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે વીણી દરમિયાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી. કપાસની વીણી હંમેશા સવારે 10 વાગ્યા પછી સંપૂર્ણ ખુલ્લેલાં જીડવામાંથી કરવી. પ્રથમ વીણી વખતનો કપાસ અલગ રાખવો અને તેનો સંગ્રહ નવી અને ચોખ્ખી કાપડની બેગમાં કરવો અને કપાસની વીણી શક્ય હોય તો ઝડપથી પુરી કરી દેવી.
આ પણ વાંચો: ઓર્ગેનિક ખેતીથી જામનગરના ખેડૂત કરે છે મબલખ કમાણી
છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવાથી ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ સંકોચાયેલ કુલ નાશ થતા ગુલાબી ઇયળના અવશેષોના નાશ કરી શકાય છે. પાક પુરો થયા બાદ ઝડપથી કરમાંઠીનો નિકાલ કરવાથી બીજી સીઝનમાં ઉપદ્રવ ઘટાડી શકાય છે. છોડના અવશેષો અને કરાંઠીઓનો બાળીને નાશ કરવાની જગ્યાએ તેનાં નાના ટુકડાઓ યાંત્રિક સાધનો (શ્રેડર) વડે કરી કોહડાવીને સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરી શકાય.
ઉપદ્રવિત ખેતરમાંના કપાસનો ઘર કે ગોડાઉનમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહીં. કપાસની કરસાંઠીઓનો રોડની બાજુમાં ઢગલા કરી મુકી રાખવાથી કે વેલાવાળા શાકભાજીમાં વેલા ચઢાવવામાં ઉપયોગ કરવાથી ગુલાબી ઇયળનું અસ્તિત્વ જળવાઇ રહે છે તેમ કરવાનું ટાળવું.
આ પણ વાંચો: ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 31 દિવસ, જુઓ વિનાશની ચોંકાવનારી તસવીર
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવકા / વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિ.)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર1800 1801551 નો સંપર્ક કરવો. તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી ટી. પી.પટેલની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો: જાણો, 08 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
લસણના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. લસણમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા માટે તેના પાયામાં 25 કિલોગ્રામ નાઇટ્રોજન 50 કિલોગ્રામ ફોસ્ફરસ 50 કિલોગ્રામ પોટાશ અને 250 કિલોગ્રામ એરંડીનો ખોળ પ્રતિ હેક્ટર મુજબ આપી વાવણી કરવી. નિંદામણ નિયંત્રણ માટે વાવેતર સમયે ઓકિસફ્લુઓફેર્ન 23.5 ટકા 20 મિલી / 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. જેનાથી લસણનો પાક રોગમુક્ત રહી શકે.