ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે
દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ 10 પાંજરાઓ ખરીદીનું આયોજન
ટ્રેપ કેમેરા અને રેડિયો કૉલર દ્વારા દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણુંકનો અભ્યાસ કરવામાં આવશે
Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હેવાનિયતની પણ હદ હોય! દુષ્કર્મનો આ કિસ્સો જાણી ધ્રુજી જશો
Gandhinagar : ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠક યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ધુડખર, કચ્છ, બાલારામ, અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા, સુરપાણેશ્વર અભયારણ્યમાં અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ-મોબાઇલ ટાવર્સ-રોડ રસ્તા વગેરેની કુલ 15 દરખાસ્તો બેઠકમાં મંજુરી આપવામાં આવી છે. ઉપરાંત દીપડાના હુમલાઓને લઈ રક્ષણાત્મક પગલાઓ લેવા વન વિભાગને આદેશ કર્યો છે. આ સિવાય સુરત વન વર્તુળના બે વિભાગોના કુલ 69,600 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવા સૂચન કરાયું હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મિટિંગમાં જણાવાયું કે સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.
સીએમ પટેલે સમક્ષ આ બેઠકમાં રાજયના 7 અભયારણ્યમાં અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઇલ ટાવર્સ, રોડ-રસ્તા એમ 17 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ધર્ષણનાં બનાવો સામે વન વિભાગે લાંબાગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અગ્ર મુખ્ય વનસંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હિંસક દિપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તાર પ્રમાણે વધુ ગીચતા હોઇ, માનવ વસ્તી આસપાસ આવી જતાં દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે.
આ પણ વાંચો : ધૂમ્મસના કારણે થાય છે હજારો લોકોના મોત, જાણો ક્યાં સૌથી વધુ મોત
દિપડાઓની વર્તણુંકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કૉલર કરવાનું કામ પણ વિભાગે કર્યું છે. પાંચ દિપડાઓને રેડિયો કૉલર પણ કરવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂરના જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબાગાળાના ઉપાય તરીકે રિહેબીલિટેશન સેન્ટર વન વિભાગના ઊભાં કરે તે દિશાનાં આયોજન અંગે સૂચન કર્યું હતું.