આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Ahmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

આ પણ વાંચો : 100 દિવસની યોજનાથી NDAને 400 સીટો કેવી રીતે મળશે?

PIC – Social Media

Ahmedabad City Police Sports-2024 : રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદ્રઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખુબ જ કઠીન હોય છે. પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક કામગીરી કરે છે ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ પણ જરૂરી છે. ત્યારે રમત-ગમતે હંમેશા શારીરિક ફિટનેસ, શિસ્ત અને ખેલની ભાવના – મનોબળને વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમત- ગમતની પ્રતિભાને અને કૌશલ્યને બહાર લાવવા અને રમત-ગમતમાં પોલીસનો રસ વધારવા માટે ‘Ahmedabad City Police Sports-2024’ નું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક પણ ઉપસ્થિત રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમત-ગમતની એક્ટિવિટીઓની વિવિધ તમામ શ્રેણીઓમાં ભાગ લેવા માટે 11 ટીમો તૈયાર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના આશરે 1500 જેટલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે.

આ સ્પોર્ટ્સ મીટની કુલ 11 ટીમોમાં પ્રથમ ટીમ તરીકે ઝોન-1, દ્વિતીય ટીમ ઝોન-2, ત્રીજી ટીમ ઝોન-3, ચોથી ટીમ ઝોન-4, પાંચમી ટીમ ઝોન-5, છઠ્ઠી ટીમ ઝોન-6, સાતમી ટીમ ઝોન-7, આઠમી ટીમ તરીકે મુખ્ય મથક, નવમી ટીમ ટ્રાફિક, દસમી ટીમ ક્રાઈમ બ્રાન્ચ તેમજ 11મી ટીમ તરીકે સી.પી કચેરી, વિશેષ શાખા, કંટ્રોલ રૂમ અને અન્ય શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્પોર્ટ્સ મીટમાં કુલ 13 રમતો નક્કી કરવામાં આવી છે, જેમાં હોકી, વોલીબોલ, ફુટબોલ, કબડ્ડી, ટેનિસ, હેન્ડબોલ, કુસ્તી, ટેબલ ટેનિસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, એથ્લેટીક્સ તેમજ શુટીંગ/ફાયરીંગ (ફક્ત અધિકારીઓ માટે) સમાવેશ કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

આ સાથે એથ્લેટીક્સમાં (1) 100 મીટર દોડ (2) 200 મીટર દોડ (3) 400 મીટર દોડ (4) 800 મીટર દોડ (5) 1500 મીટર દોડ (6) વિઘ્ન દોડ-100 મીટર (7) વિઘ્ન દોડ-400 મીટર (8) રીલે રેસ – 4000 મીટર (9) રીલે રેસ – 4400 મીટર (10) લાંબી કૂદ (11) ઊંચી કૂદ (12) ટ્રીપલ જમ્પ (13) ગોળા ફેંક (14) વાંસ કૂંદ (15) ચક્કા ફેંક (17) હેમર થ્રો (17) બરસી ફેંક (18) ભાલા ફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ તમામ રમતો માટે મેદાન અને સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે અને મેદાનને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ રમતો નિયમાનુસાર રમાય એ માટે નેશનલ ગેમ્સના નિયમો અને એસ.ઓ.પી લાગુ કરાશે. આ રમતોમાં રેફરી પણ SAG અને ફેડરેશનથી આવશે. આ રમતો માટે દરેક ઝોનની ટીમમાં વધારેમાં વધારે 100 પુરૂષ ખેલાડી અને 50 મહિલા ખેલાડી રાખવામાં આવશે.

તમામ ઝોનની ટીમમાં ઉત્તમ ખેલાડી જ ભાગ લે તે હેતુસર અત્યારથી જ પ્રેક્ટીસ મેચો ચાલુ કરવામાં આવી છે. ઝોનની ટીમોમાં તમામ ખેલાડીઓને ગેમની એકસુત્રતા જળવાય તે માટે એક જ રંગના ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પણ આપવામાં આવશે. તમામ રમતો માટે સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

આ સ્પોર્ટ્સ મીટનો ઉદ્ઘાટન સમારોહમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમાપન કાર્યક્રમમાં પરેડ અને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં અને રમતોમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ હેડ ક્વાટર્સના પરિવારો (મહિલાઓ અને બાળકો) અને સામાન્ય નાગરિકો પ્રેક્ષક તરીકે ઉપસ્થિત રહેશે.