Manish Sisodia Letter : પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા છેલ્લા એક વર્ષથી તિહાડ જેલમાં છે. સીબીઆઈએ તેની 26 ફેબ્રુઆરી, 2023ના રોજ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો – 5 April 2024 : જાણો, આજનું રાશિફળ
Manish Sisodia Letter News: આમ આદમી પાર્ટી (AAP) નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ જેલમાંથી પત્ર લખ્યો છે. પોતાના વિધાનસભાના લોકો માટે લખેલા પત્રમાં સિસોદિયા કહે છે કે છેલ્લા એક વર્ષથી તમારી યાદી આવી રહી છે. જેલમાં રહીને તમારા માટે મારો પ્રેમ વધ્યો છે. દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આપ નેતા મનિષ સિસોદિયાની સીબીઆઈએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરી હતી.
તિહાડ જેલમાં બંધ મનિષ સિસોદિયાએ પોતાની વિધાનસભાના લોકોને લખેલા ભાવુક પત્રમાં કહ્યું છે “છેલ્લા એક વર્ષથી મને તમારા બધાની યાદ આવી રહી છે. બધાએ ખૂબ ઇમાનદારીથી મળીને કામ કર્યું છે. જેવી રીતે આઝાદી સમયે તમામે લડાઇ લડી, તેવી જ રીતે સારા શિક્ષણ અને સ્કુલો માટે લડી રહ્યાં છો. અંગ્રેજોની તાનાશાહી બાદ પણ આઝાદીનું સપનું સાચુ સાબિત થયું હતુ. તેવી રીતે દરેક બાળકોને સારુ શિક્ષણ મળશે.”
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગાંધી – મંડેલા મારી પ્રેરણા છે – મનિષ સિસોદિયા
પત્રમાં સિસોદિયાએ બીજેપી પર નિશાન સાધતા લખ્યું છે કે “અંગ્રેજોને પણ પોતાની સત્તાનો ઘમંડ હતો. અંગ્રેજ પણ લોકો પર ખોટા આરોપો લગાવી જેલમાં બંધ કરતા હતા. તેઓએ ઘણાં વર્ષો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જેલમાં રાખ્યા. તેણે નેલ્સેલ મંડેલાને પણ જેલમાં નાખ્યા હતા. આ લોકો મારી પ્રેરણા છે અને તમે બધા મારી તાકત.” આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સિસોદિયાને બદલાના ભાવનાથી જેલમાં રાખ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જેલમાં રહી પ્રેમમાં વધારો થયો – મનિષ સિસોદિયા
આપ નેતા કહે છે, “વિકસિત દેશ હોવા માટે સારુ શિક્ષણ અને સ્કુલ હોવી જરૂરી છે. મને આનંદ છે કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ આવી છે. હવે પંજાબ શિક્ષણ ક્રાંતિના સમાચાર વાંચીને આનંદ થાય છે. જેલમાં રહીને તમારા પ્રેત્યે મારા પ્રેમમાં વધારો થયો છે. “
તેઓએ પત્રમાં આગળ લખ્યું કે, “મારી પત્નીનું તમે ઘણું ધ્યાન રાખ્યું છે. સીમા તમારી સૌની વાત કરીને ભાવુક થઈ જાય છે. તમે બધા તમારુ ધ્યાન રાખો. જલ્દી જ બહાર મળીશુ. શિક્ષણ ક્રાંતિ જિંદાબાદ, Love You All.”