Famine in Ethiopia : ઈથોપિયામાં દુષ્કાળના લીધે લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. અહીં ભૂખથી 372 લોકોના મોત થયા છે. એ પણ માત્ર 6 મહિનામાં. અહીં ખોરાક અને અનાજના અભાવને લઈ ભયંકર સ્થિત સર્જાઈ છે. જળવાયુ પરિવર્તનને કારણે અહીં દુષ્કાળ પડ્યો છે.
આ પણ વાંચો : ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી
Famine in Ethiopia : ઇથોપિયાના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં 372 લોકોના ભૂખથી મોત થઈ ચૂક્યા છે. 351 લોકો ટિગ્રે અને 21 લોકો અમહારા વિસ્તારમાં મોતને ભેટ્યા છે. ભૂખમરાની સ્થિતિ દુષ્કાળને કારણે સર્જાઇ છે. ઇથોપિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓમ્બુડ્સમેનના પ્રમુખ એન્ડેલ હેલ એ કહ્યું કે તેની પાસે લોકોની ફરિયાદો આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ ફરિયાદો સરકારી વિભાગને લઈને છે. તપાસ કરવાથી જાણાવા મળ્યું કે ટ્રિગેમાં 351 લોકો અને અમહારામાં 21 લોકોના ભૂખના કારણે મોત થયા છે. આતો માત્ર દસ દિવસની તપાસના આંકડા છે. ત્યાં વધુ લોકોના મોત થયા હોય તેવી પણ શક્યતા છે. જેના વિશે હાલ કોઈ જાણકારી નથી. અમને પૂરી આશંકા છે કે ત્યાં વધુ લોકોના મોત થયા છે. હજુ તેની ગણતરી થઈ નથી.
જ્યારે અમહારા અને ટિગ્રે પ્રદેશોના સરકારી પ્રવક્તા, લેગસી તુલુ અને મેંગાશા ફતવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ ઉપલબ્ધ નહોતા. ઇથોપિયામાં હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિ છે. ખાસ કરીને ટિગ્રે વિસ્તારમાં. તે હોર્ન ઓફ આફ્રિકાની નજીક છે. અહીં દાયકાઓથી દુષ્કાળની સમસ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું કહેવું છે કે હાલમાં 2 કરોડથી વધુ લોકોને મદદની જરૂર છે. જો આપણે અમહરાની વાત કરીએ, તો ત્યાં વચ્ચે-વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. અહીં પણ ભયંકર દુકાળ પડી રહ્યો છે. અહીં અમહરાની સેના અને સ્થાનિક આતંકવાદીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. ટાઇગ્રેમાં 2022 થી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, ટિગ્રેના પ્રમુખ ગેટાચે રેડાએ કહ્યું હતું કે તેમના પ્રદેશની 91 ટકા વસ્તી ભૂખમરાની આરે છે. પરિસ્થિતિ હવે નિયંત્રણ બહાર છે. તે સમયે જ્યારે સરકારના પ્રવક્તા લેગસી તુલુને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ નિવેદન યોગ્ય નથી.
આ પણ વાંચો : પીએમ મોદીએ કરી બજેટની પ્રશંસા, જાણો શું કહ્યું?
ગત વર્ષે મે મહિનામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ટિગ્રેમાં હિંસાને કારણે લોકોને ખોરાક આપવાનું બંધ કરી દીધું હતું. કારણ કે હિંસાના કારણે દાનનો મોટો હિસ્સો ચોરાઈ રહ્યો હતો. ત્યાર બાદ, જૂનમાં સમગ્ર ઇથોપિયામાંથી મદદ બંધ કરી દેવામાં આવી હતી. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ પણ કોઈપણ પ્રકારની મદદ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઓગસ્ટમાં મર્યાદિત માત્રામાં ખોરાક અને અન્ય સહાય પૂરી પાડવાની શરૂઆત થઈ. અમેરિકાએ ડિસેમ્બરમાં મદદ આપવાની શરૂઆત કરી હતી.