રાજય સરકાર દ્વારા રમત ગમતક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે એ માટે પ્રતિ વર્ષ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જુનિયર નેશનલ ખો-ખો

નેશનલ ખો- ખો ચેમ્પિયનશીપ માટે રાજકોટના બે ખેલાડીઓની પસંદગી

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

રાજય સરકાર દ્વારા રમત ગમતક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે એ માટે પ્રતિ વર્ષ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ માટે રાજકોટના બે ખેલાડીઓની પસંદગી થઇ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

33 સબ જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ અને 42 જુનિયર નેશનલ ખો- ખો ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય ખો-ખો એસોસિએશનની સબ જુનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોનું સિલેક્શન ગત તા. 03/12/23ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેમાં રાજકોટ શહેર ખો-ખો એસોસિયેશનની બહેનો તેમજ ભાઈઓની ટીમ મોકલવામાં આવી હતી. જેમાં નેશનલ માટે રાજકોટ શહેરમાંથી વંશ ઉર્વશી અને વાજા દર્શનાનું સિલેક્શન સબ જુનિયર નેશનલ માટે થયું હતું.

આ પણ વાંચો: ચીનના રહસ્યમય શ્વસન રોગની સંભવિત અસર સામે આરોગ્ય વિભાગ સતર્ક

તેમના કોચ સુદીપ મશ્કર અને ટ્રેનર અનિલ ડાભી તેમજ રાજકોટ શહેર ખો-ખો એસોસિએશનના મંત્રી મયુર કે. ટોળીયા દ્વારા આ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમ રાજકોટ શહેર ખો-ખો એસોસિયેશનની યાદીમાં જણાવાયુ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.