Rohit Sharma Record : રોહિત શર્માએ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 66 રન પૂરા કરી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેની આગળ ભારતના 3 બેટ્સમેન બાકી રહ્યાં છે.
આ પણ વાંચો : IND Vs ENG 3rd Test : રાજકોટ ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ
Rohit Sharma Record : રોહિત શર્માએ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) સામે પોતાની ઇનિંગ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય નબળો સાબિત થયો હોય, પરંતુ રોહિત શર્માએ એક છેડેથી કમાન સંભાળી રાખી છે, લાંબા સમય બાદ તેને રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો, જેની સાથે તેણે ઇનિંગ્સને આગળ ધપાવી. આ દરમિયાન રોહિત શર્માએ પોતાના 66 રન પૂરા કરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને (Saurav Ganguly)પાછળ છોડી દીધો છે. આ રેકોર્ડ દાદાએ વર્ષ 2008માં બનાવ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રોહિત શર્મા 66 રન બનાવીને ગાંગુલીને પાછળ છોડ્યો
રોહિત શર્માએ આજની મેચમાં 66 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં સૌરવ ગાંગુલી કરતા પણ વધુ રન પોતાના નામે કરી લીધા છે. હવે તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. અહીં અમે ટેસ્ટ, ODI અને T20 ઇન્ટરનેશનલ મેચ વિશે વાત કરી રહ્યા છીએ. સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 424 મેચ રમીને 18575 રન બનાવ્યા હતા. વર્ષ 2008માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું. એટલે કે તેમને નિવૃત્ત થયાને લગભગ 16 વર્ષ થયા છે.
રોહિતે 18576 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 469 મેચ રમીને 18575થી વધુ રન બનાવ્યા છે. તેના આંકડાઓની વાત કરીએ તો તેણે 56 ટેસ્ટ મેચ રમીને 3827 થી વધુ રન બનાવ્યા છે. ODIમાં તેણે 262 મેચ રમી છે અને 10709 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માએ 151 મેચ રમીને 3974 રન બનાવ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સચિન તેંડુલકર હજુ પણ નંબર વન પર
હવે ભારતના માત્ર ત્રણ બેટ્સમેન બચ્યા છે જેમણે હિટમેન કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેના નામે 664 મેચોમાં 34357 રન છે. હાલમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. કોહલીએ 522 મેચ રમીને 26733 રન બનાવ્યા છે. આ પછી રાહુલ દ્રવિડ આવે છે, તેણે 509 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24208 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત હજુ કેટલા રન બનાવે છે.