રિક્ષા ચાલકે ધોરણ 8ની વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Crime News : યુપીના ફતેહપુર જિલ્લામાં શાળાએથી પરત ફરી રહેલી વિદ્યાર્થિની પર રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી પીડિતાને બેસુધ હાલતમાં છોડી ફરાર થઈ ગયો હતો. મોડે સુધી જ્યારે વિદ્યાર્થિની ઘરે ન પહોંચી તો પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ખેતરમાંથી વિદ્યાર્થિની બેભાન અવસ્થામાં મળી આવી હતી.

આ પણ વાંચો : 25 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

ત્યાર બાદ પરિવારજનોએ વિદ્યાર્થિનીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ઘટનાની પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ મામલે પીડિતા અને પરિવારજનોની ફરિયાદ પર યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર શનિવારે શાળાએથી ઘરે પરત ફરી રહેલી ધોરણ 8ની વિદ્યાર્થિનીને આરોપી રિક્ષાચાલકે ઘરે મૂકી જવાના બહાને રિક્ષામાં બેસાડી હતી. ત્યાર બાદ તેને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં પીડિતાને બેભાન અવસ્થામાં ત્યાં જ છોડી ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્કુલેથી વિદ્યાર્થિની મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં ખેતરમાંથી બેભાન અવસ્થામાં સગીરા મળી આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિદ્યાર્થિની જ્યારે ભાનમાં આવી ત્યારે આખી આપવિતી તેણે પરિવારજનોને કહી સંભળાવી હતી. જે અંગે જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ઈ-રિક્ષા ચાલક રાજુ ઉર્ફ બંગાલી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અનુસાર પીડિતાનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે. તેમજ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.