Jagdish, Khabri Media Guajrat :
અત્યાર સુધી ઢોરના આતંક વિશે તમે સાંભળ્યું હશે. પરંતું શું તમે ઉંદરોના આતંક વિશે ક્યારેય સાંભળ્યું છે. જી હા, ઉંદરોનો આતંક… મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના એક પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા દારુની બોટલો ઉંદરો ખાલી કરી ગયા છે. આશરે 60 જેટલી દારુની બોટલોને કોતરીને ઉંદર દારુ પી ગયા હતા. ઘટના બાદ પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલ આ મુદ્દો ભારે ચર્ચામાં છે.
આ પણ વાંચો : મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…
પોલીસના ટીઆઈ ઉમેશ ગોલ્હાની અનુસાર, પોલીસે આ તમામ દારુ જપ્ત કરેલો હતો. જે આરોપી પાસેથી આ માલ જપ્ત કરવામાં આવ્યો તેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે પોલીસ સામે જપ્ત કરેલો દારુ અદાલતમાં રજૂ કઈ રીતે કરવો તો મોટો પશ્ન છે. પોલીસના જણાવ્યાં અનુસાર, રૂમમાં જ્યારે તપાસ કરવામાં આવી તો દારૂના બોક્સને ઉંદરોએ કાપી નાંખ્યા હતા. તેની સાથે તેમાં રહેલી દારુની બોટલોને પણ ઉંદરોએ કોતરી નાખી હતી. જેના કારણે બોટલમાંથી દારુ ખાલી થઈ ગયો.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
પોલીસે આ મામલે પોતાની સ્પષ્ટતામાં પુરાવાઓ પણ રજૂ કર્યાં છે. પોલીસ અનુસાર પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ ઘણી જૂની છે. જેના કારણે ઉંદરોએ અહીં અનેક દર કર્યાં છે. ઉંદરો પોલીસ સ્ટેશનમાં રાખેલો ગાંજો પણ ચટ્ટ કરી જાય છે. કેટલીક વાર તો તે જરૂરી દસ્તાવેજોને પણ કોતરી ખાય છે.
આ પણ વાંચો : Porbandar : શિક્ષણજગતને લાંછન લગાડતો કિસ્સો, શિક્ષકે સગીરાને…
આપને જાણાવી દઈએ, કે પોલીસ કાર્યાલય સિવાય હોસ્પિટલ, કલેક્ટર કચેરી, શિક્ષણ વિભાગ સહિતના કાર્યલયોમાં પણ ઉંદરોનો આતંક છે. સિવિલ હોસ્પિટલોમાં ઉંદરો દર્દી અને મૃતદેહોને પણ નુકસાન પહોંચી રહ્યાં છે. હોસ્પિટલમાં તો ઉંદરોને પકડવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે. ત્યાર બાદ ઉંદરોના આતંકથી છૂટકારો મળ્યો નથી.