Rajkot Crime News : રાજકોટમાં પઠાણી ઉઘરાણીનું વરવું રૂપ સામે આવ્યું છે. જેમાં ફરિયાદનો ખાર રાખી પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહિ 30 વર્ષીય પરણિતા અને તેની 13 વર્ષની ભાણેજને ઢોર માર માર્યો હોવાનું તેમજ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરણિતાએ રાજકોટ પોલીસને ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ આચરનાર અકબર ઉર્ફે હકુભા ખિયાણી, તેનો પુત્ર મિરજાતા ખિયાણી અને હકુભાનો મિત્ર જુમા ઠેબાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : જાણો, 04 ડિસેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
ફરિયાદનો ખાર રાખી આચર્યું દુષ્કર્મ
આ અગાઉ પરણિતાએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. જેમાં તેણે જણાવ્યું હતુ કે તેના ભાઈ રવિએ હકુભાના દીકરા એઝાઝની પત્ની મિત્તલ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રૂપિયા રવિએ મિતને પરત આપી દીધા હોવા છત્તાં હકુભાના માણસો ઘરે આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. આ મામલે 30 વર્ષીય પરણીતાએ પઠાણી ઉઘરાણી કરનારા હકુભા ખિયાણી તેનો દીકરો અને માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
સમાધાનની આડમાં અપહણ કરી દુષ્કર્મ આચર્યું
ફરિયાદના સમાધાન નામે હકુભાનો મિત્ર જુમા ઠેગા ગત બીજી તારીખે ફરિયાદીના ઘરે આવ્યો હતો તેમજ તેનું મરજી વિરુદ્ધ અપહરણ કર્યું હતુ. આરોપીએ ફરિયાદી અને તેની 13 વર્ષીય ભાણેજને ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન જુમા ઠેબાએ પરણિતાને પકડી રાખી તેની 13 વર્ષીય ભાણેજને ખુલી જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ ભગવતી પરાના ડેલામાં લઈ જઈ હકુભાએ પોતાના પુત્ર, પત્ની અને પુત્રવધુ તમામ સામે સગીરને બાથમાં ભરી રૂમમાં લઈ જઈ ફરી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોણ બનશે CM?
આ અંગે ફરિયાદ મળતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. જેમાં સામે જાણવા મળ્યું કે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથમમાં વિવિધ અપરાધોને લઈ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.