રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો

જયપુરમાં PM મોદીનો રોડ શો, સમર્થકોની ભીડ ઉમટી, વડાપ્રધાને હાથ મિલાવીને કર્યું સ્વાગત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dinesh Rathod, Gujarat, Khabri media
PM Modi in Jaipur: રાજસ્થાનમાં સતત બે જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી જયપુરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી જયપુર વિધાનસભા બેઠકો પર ઉભા રહેલા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જ્યાં પણ વડાપ્રધાન મોદી કારમાં આવ્યા, ત્યાં સમર્થકોની ભીડ તેમને જોવા માટે ઉમટી પડી, તેમનું સ્વાગત કરી રહી હતી. સાથે જ વડાપ્રધાન મોદી પણ હાથ હલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

આ રોડ શો મોટી ચોપાર, જોહરી બજાર, બાપુ બજાર, નહેરુ બજાર, કિશનપોલ બજાર, છોટી ચોપાર થઈને રાત્રે લગભગ 9 વાગે ચાંદપોલ હનુમાન મંદિર પહોચ્યો હતો. લગભગ 4 કિલોમીટરના આ રોડ શો દ્વારા વડાપ્રધાન મોદી હવામહેલ, કિશાનપોલ, આદર્શનગર, સિવિલ લાઈન્સ અને જોતપાલા વિધાનસભા બેઠકો પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ટીવી ક્વીન Ekta Kapoor એ રચ્યો ઈતિહાસ, એમી ડિરેક્ટોરેટ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જયપુરની 8 વિધાનસભા બેઠકોમાંથી પાંચ બેઠકો જીતી હતી. આ રોડ શો દ્વારા વડાપ્રધાન મોદી સાંગાનેર, માલવિયા નગર અને વિદ્યાધરનગરને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.