Dinesh Rathod, Khabri Gujarat
Asian Champions Trophy 2023: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓનું મનોબળ વધારવા માટે ઘણીવાર પ્રોત્સાહિત તો કરતા રહે છે, ત્યારે ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women’s Hockey Team)ની ખેલાડીઓએ દેશના ગૌરવમાં વધારો કર્યો છે. ત્યારે PM મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે, તેમજ અભિનંદ પણ પાઠવ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમે Asian Champions Trophy 2023માં 6 ટીમોની હરાવી પોતાને સાબિત કરી છે. ભારતીય હોકીમાં મહિલાઓની આ ઉપલબ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. આ વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પણ વાંચો: આત્મન’ જણાવશે ક્યાં છે કેટલું હવા પ્રદૂષણ, IIT કાનપુરે તૈયાર કર્યું આ ઉપકરણ
PM મોદીએ પોતના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર પોસ્ટ કરીને ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ”ભારતની નારી શક્તિએ ફરી એકવાર ઉત્કૃષ્ટ દેખાવ કર્યો! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ આપણી અદભૂત હોકી ટીમને અભિનંદન! તેમનું કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, અતૂટ જુસ્સો અને અવિરત નિશ્ચયએ આપણાં હૃદયને ખરેખર ગર્વથી ભરી દીધું છે.”
આ પણ વાંચો: જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી
હોકીની વિવિધ દેશોની 6 ટીમો વચ્ચે કર્યું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
Asian Champions Trophy 2023 આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત થાઈલેન્ડ, મલેશિયા, કોરિયા જાપાન અને ચીનની ટીમો મેદાનમાં હતી. આ બધી ટીમો એશિયાની પ્રભાવશાળી ટીમો હતી જેમને હરાવવું ખુબજ અઘરું હોય છે. ત્યારે પરંતુ ભારતીય મહિલા હોકી ટીમે આ બધી ટીમોને હરાવીને Asian Champions Trophy 2023 હાંસલ કરી હતી.