Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા (Girnar Leeli Parikrama) તા. 23-11-2023થી તા. 27-11-2023 દરમિયાન યોજાનાર છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેતી હોય છે. જેથી ટ્રાફિકના સરળ નિયમન અને કોઈપણ પ્રકારના અકસ્માતો નિવારવા માટે આજથી તા. 27-11-2023 સુધી જાહેર તથા ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવાામં આવી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
જાહેર પાર્કિંગ સ્થળોમાં નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો માટે અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હિલર પ્રકારના વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગોંડલમાં ફરજ મુકત કરવાના નિર્ણયનો વિરોધ કરતા TRB જવાનો, પ્રાંત અધિકારીને આપ્યું આવેદન
ખાનગી પાર્કિંગ માટેના સ્થળોમાં વકીલ દિપેન્દ્રભાઈ યાદવની વાડી (ભરડાવાવથી ગિરનાર દરવાજા રોડ ઉપર ટુ, થ્રી અને ફોર વ્હિલર વાહનો માટે, મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા (માલિક-ડોલરભાઈ કોટેચા), શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રસ્તે અને ભાગચંદભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન, મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા રસ્તે તમામ પ્રકારના વાહનો માટે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.