Heart Transplant : ભારતે પાકિસ્તાન સાથે તમામ વેરઝેર ભૂલી કરાંચી નિવાસી એક યુવતીનો જીવ બચાવ્યો છે. પાકિસ્તાનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાથી અને પૈસાની તંગી છત્તા આયશાને નવજીવન મળ્યું છે. દિલ્હીના એક ડોનરની મદદથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ યુવતીની માતાએ ડોક્ટરોની આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો – ભારતને બાયપાસ કરી ચીન પહોંચ્યા મસ્ક, જાણો શું થઈ ડીલ
Heart Transplant : ભારત પાકિસ્તાન વચ્ચે ભલે તણાવની સ્થિતિ હોય પણ વાત જ્યારે માનવતાની આવે છે તો દેશ તમામ વેરઝેર ભૂલી દુશ્મનને મદદ કરવામાં પણ પીછે હઠ કરતો નથી. તેનું તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનની 19 વર્ષની છોકરી છે. જેને ભારત આવ્યાં બાદ નવજીવન મળ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ચેન્નાઇની એક હોસ્પિટલમાં પાકિસ્તાની યુવતી આયશા રશનની (Aaesha Rashan) સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. કરાંચીમાં રહેતી આયશા રશનની ચેન્નાઈના એમજીએમ હેલ્થકેરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. ત્યાર બાદ તે પોતાના દેશ પરત ફરવા તૈયાર છે.
ન્યુઝ એજન્સી અનુસાર, એક બ્રેન ડેડ ડોનર ઉપલબ્ધ થતા, 31 જાન્યુઆરી, 2024માં તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું ત્યાર બાદ તેને આ મહીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ મેકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટના અધ્યક્ષ અને કાર્ડિયાક સાઇન્સેઝના નિર્દેશક ડો કે આર બાલાકૃષ્ણને કહ્યું, કે “આયશા પહેલીવાર 2019માં તેની પાસે આવી હતી ત્યારે તે 14 વર્ષની હતી. તેનુ હાર્ટ ખૂબ જ ગંભીર બિમારીથી અસરગ્રસ્ત હતુ અને ખુબ ખરાબ હાલત હતી.”
ડોક્ટરે કહ્યું, કે “તે ખૂબ જ બિમાર હતી અને તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તે વખતે સીપીઆર આપીને તેનો જીવ બચાવી લેવાયો અને તેને જીવિત રાખવા માટે ઈસીએમઓ નામની મશીન પર રાખવામાં આવી. ત્યાર બાદ તે સમયે એક કૃત્રિમ હાર્ટ પંપ પ્રત્યાર્પણ કર્યુ અને તે સાજી થઈને પોતાના દેશ પરત ફરી હતી.”
તેઓએ કહ્યું કે “થોડા વર્ષોમાં તે ફરી બિમાર થઈ ગઈ કેમ કે તેનો એક વાલ્વ લિક થવા લાગ્યો અને હાર્ટના જમણા ભાગમાં ગંભીર સમસ્યા સર્જાઈ, તેને ચેપ લાગ્યો હતો અને પાકિસ્તાનમાં તેની સારવાર કરવી મુશ્કેલ હતી. ડોક્ટર બાલકૃષ્ણને કહ્યું કે, તેઓ માટે ભારતના વિઝા મેળવવા મુશ્કેલ હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ડો. બાલાકૃષ્ણને કહ્યું કે તેની માં એકલી છે. તેની પાસે પૈસા કે કોઈ સંસાધન નહોતા. અમારે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવા સહિત સંપૂર્ણ ખર્ચનુ ધ્યાન રાખવું પડતુ.
આ ટ્રાન્સપ્લાન્ટ માટે દિલ્હીમાં એક બ્રેન ડેડ વૃદ્ધ વ્યક્તિના અંગદાન રૂપે હાર્ટ મળ્યા બાદ કરવામાં આવ્યું હતુ. ડોક્ટરે કહ્યું કે સૌથી મોટો પડકાર એ હતો કે આયશાની મા પાસે પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેની સારવાર માટે 30 થી 40 લાખ રૂપિયાની જરૂર હતી.
તેઓએ કહ્યું કે “આ એક ખાનગી હોસ્પિટલ હોવાથી ટ્રસ્ટ અને અન્ય માધ્યમોથી પૈસા એકઠા કરવા પડ્યા. આ સર્જરી ખૂબ જટિલ હતી. પરંતુ જો અમે સર્જરી ન કરી હોય તો આયશા જીવત ન હોત.
ફેશન ડિઝાઇનર બનાવા માંગતી આયશાએ સારવાર અને ભારતમાં આવવા માટે વિઝા આપવાને લઈ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આયશાની માંએ કહ્યું કે પાકિસ્તાન પાસે આવી કોઈ સુવિધા નથી તે મોટી સમસ્યા છે. આપને જણાવી દઈએ કે ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર આયશા પહેલી પાકિસ્તાની નથી. આ પહેલા પણ ભારતમાં ઘણાં પાકિસ્તાની લોકોનુ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.