Jagdish, Khabri Media Gujarat
Uttarkashi tunnel collapsed : ઉત્તરકાશી (Uttarkashi) માં સુરંગ (Tunnel) માં ફસાયેલા મજુરો સુધી પહોંચવામાં બચાવકર્મીઓ (rescuers) ને સફળતા મળી છે. મજુરો (Laborers) ને ટકાવી રાખવા સંતુલિત ખોરાક પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો છે. આ માટે 60 મીટર દુર સુરંગની અંદર 6 ઈંચ પહોળો પાઈપ પહોંચાડવામાં આવ્યો છે. જેના દ્વારા મજુરોને ખોરાક પૂરો પાડવામાં આવશે.
આ પણ વાંચો : જટાળો જોગંદર ભાગ્યો : જંગલના ભડવીરને ભેંસે ભગાડ્યો, જુઓ વિડિયો
ઉત્તરાખંડ (Uttarakhand)માં સુરંગ દુર્ઘટના બાદ મજુરોને બચાવવા બચાવકર્મીઓ દિવસ રાત એક કરી રહ્યાં છે. ત્યારે પ્રશાસનને આ મામલે સફળતા હાથ લાગી છે. સુરંગ અંદર 6 ઈંચ પહોળો પાઈપ પહોંચાડવામાં આવ્યો છે. લાંબી મહેનત બાદ 60 મીટર દુર મજુરો સુધી પાઈપ પહોંચાડવામાં આવ્યો છે. એનએચઆઈડીસીએલના નિર્દેશક, અંશુ મનિષ અલખોએ જણાવ્યું, કે અમે અમારી પહેલી સફળતા મેળવી છે. જેના માટે અમે છેલ્લા 9 દિવસોથી પ્રત્યત્ન કરી રહ્યાં હતા. અને તે અમારી પ્રાથમિકતા પણ હતી.
આ પણ વાંચો : જાણો, ડાયાબિટીસના કેટલા પ્રકાર હોય છે? ક્યો પ્રકાર છે સૌથી ખતરનાક
અમે 6 ઈંચનો પાઈપ લગાવ્યો છે અને તેના દ્વારા અમે મજુરોનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. તેઓએ જણાવ્યું, કે હવે અમે મજુરોને પાઈપ દ્વારા જ પ્રોપર ખોરાક અને ચિકિત્સા સહાય પૂરી પાડીશુ.
આપને જણાવી દઈએ, કે અત્યાર સુધી મજુરોને પ્રોપર ખોરાક પહોંચાડી શકાતો નહોતો. પરંતું હવે પ્રશાસને આ 6 ઈંચનો પાઈપ અંદર મોકલવામાં સફળતા મળી છે. તેના દ્વારા હવે મજૂરોને પ્રોપર ખોરાક મોકલવામાં આવશે. અત્યાર સુધી 4 ઈંચનો પાઈપ હતો જેના દ્વારા તેઓે ડ્રાઇફ્રુટ અને હલકો ખોરાક જ મોકલી શકાતો હતો.
9 દિવસથી સુરંગમાં ફસાયા છે મજુરો
ઉલ્લેખનીય છે, કે ઉત્તરકાશીથી 30 કિમી દુર સિલક્યારા સુરંગ કેન્દ્ર સરકારની મહાત્વકાક્ષી ચારધામ ઓલ વેધર સડક પરિયોજનાનો ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર બનેલી આ સુરંગ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે સુરંગનો એક ભાગ ધરાશાહી થયો હતો. જેમાં મજુરો અંદર જ ફસાઈ ગયા હતા. તેઓને બહાર કાઢવા માટે છેલ્લા 9 દિવસથી રેસ્ક્યુ અભિયાન શરૂ છે.