જટાળો જોગંદર ભાગ્યો : જંગલના ભડવીરને ભેંસે ભગાડ્યો, જુઓ વિડિયો

ખબરી ગુજરાત ગુજરાત

Lion Viral Video : ગુજરાતમાં અવારનવાર સિંહના શિકાર કે પજવણીના વાયરલ વિડિયો સામે આવતા છે. ત્યારે સિંહનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક ભેંસ સિંહ બેલડીને ઊભી પૂંઠડીએ ભગાડતી હોય એવા દ્રશ્યો સામે આવ્યાં છે. જો કે આ વિડિયો કઈ જગ્યાનો છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : World Cupમાં હાર બાદ પીએમ મોદીએ ગળે લગાવીને ખેલાડીઓનું વધાર્યું મનોબળ

PIC – Social Media

તમે ડિસ્કવરી કે નેશનલ જીયોગ્રાફિ ચેનલમાં સિંહોને ભેંસ દોડાવતી હોવાના અનેક દ્રશ્યો જોયા હશે. પણ ગુજરાતમાં આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળતી હોય છે. ત્યારે ગુજરાતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતમાં ગીર એશિયાટિક સિંહોનું ઘર છે. અહીં સિંહોના ઘણાં વિડિયો સામે આવતા હોય છે.

આ પણ વાંચો : જાણો, ડાયાબિટીસના કેટલા પ્રકાર હોય છે? ક્યો પ્રકાર છે સૌથી ખતરનાક

તાજેતરમાં એક વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિંહ યુગલ કાચા માર્ગ પર આરામ ફરમાવી રહ્યું છે. તે દરમિયાન અચાનક ક્યાંકથી ભેંસ ચડી આવે છે. ભેંસનો ગુસ્સો જોઈ સિંહ અને સિંહણનું ભાગવું ભારે પડી જાય છે, પણ ભેંસ તેનો પીછો છોડતી નથી. છેવટે જંગલના રાજાને ઊભી પૂંઠડીએ ભાગવાનો વારો આવે છે.

વિડિયો જોતા ગીરના જંગલની ઘટના હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ વિડિયો અને તેના લોકેશનને લઈ વનવિભાગ દ્વારા કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે સિંહના શિકાર કે પજવણીના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.