Crime News : ગુજરાતમાંથી વધુ એક મસમોટુ ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે. ડ્રગ્સ ડિટેક્સન અને નાબુદી માટે રાજ્યની પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે છત્તા ગુજરાતમાંથી અવારનવાર કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી થતી રહે છે.
આ પણ વાંચો – ભગવાન શિવે ચંદ્રને તેની મુશ્કેલીઓમાંથી કેવી રીતે મુક્ત કરાવ્યો
Crime News : ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ SOG દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજ્યના અલગ-અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ 59 ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 29 જેટલા ગંભીર ગુનાઓમાં આરોપીને આજીવન કેદ અને ફાંસીની સજા થઇ છે ત્યારે આજે વધુ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીધામમાં બે વર્ષના માસુમ બાળકની અપહરણ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને સમજીને ગાંધીધામ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એટલુ જ નહિ, માત્ર 48 કલાકમાં ગુના મુદ્દામાલનું પૃથ્થકરણ કરી અભિપ્રાય સર્ટિ આપતા સાત જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. હત્યા જેવા ગંભીર ગુન્હાની ફક્ત ત્રણ માસના ટુંકા સમયગાળાની અંદર સંપૂર્ણ ન્યાયીક પ્રક્રિયા પુર્ણ કરી સેશન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.