કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

Junagadh: મંત્રી રાઘવજી પટેલે મેંદરડામાં 99 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું કર્યું લોકાર્પણ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Junagadh: જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Minister Raghavji Patel) આજે જૂનાગઢ જિલ્લાના મેંદરડા (Mendarada)ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાના (Animal Hospital)નું લોકાર્પણ કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યુટ્રી સિરિયલ યોજના – મીલેટ વર્ષ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલ તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં કૃષિ અને પશુપાલન મંત્રી સહભાગી બન્યા હતા.

કૃષિ મંત્રીના હસ્તે રૂ. 16 લાખના ખર્ચે કુલ 7 ઇ- રીક્ષાનું ફ્લેગ ઓફ કરાયું હતું.

પશુપાલકો તથા ખેડૂતોની જુદી જુદી સહાયકારી યોજનાઓનો લાભ અને સારવાર મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના મેંદરડાના નવનિર્મિત મકાન લોકાર્પણ કાર્યક્રમ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કૃષિ અને પશુપાલન મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં રાજ્યમાં નવા 40 પશુ દવાખાના કાર્યરત કરાયા છે. તેમજ ટૂંક સમયમાં 150 નવા પશુ દવાખાના પણ શરૂ થશે.

ખેડૂતોને પશુપાલકોને વધુ સારી સુવિધા મળી રહે એ માટે દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના પણ રાજ્ય સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે. રાજ્યભરમાં 5300થી વધુ ગામોમાં 10ગામો દીઠ 460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે. તેમજ ટૂંક સમયમાં નવા 127 એમ્બ્યુલન્સ પશુ દવાખાના શરૂ થશે. જેમાંથી 50 શરૂ થઈ ગયા છે .

કૃષિ અને પશુપાલન મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પશુપાલકોના ઉત્કર્ષ માટે અનેક વિધ પગલાં લીધા છે. અને ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યા છે, ત્યારે એ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 76,600થી વધુ પણ પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.

દૂધ ઉત્પાદન અને શ્વેત ક્રાંતિમાં ગુજરાતે દેશને દિશા બતાવી છે અને વડાપ્રધાનના નેતૃત્વમાં પશુપાલન અને ખેતીના પ્રાકૃતિક સમન્વયથી સમૃદ્ધિના નવા શિખર પર પહોંચવું છે તેવી નેમ પણ મંત્રીએ વ્યક્ત કરી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

તેમણે વધુંમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખરવા મોવાસા રસીકરણ 3 કરોડ 29 લાખ કૃત્રિમ બીજદાન 5573 કેન્દ્ર થકી કરવામા આવ્યું છે. પશુ સારવાર સંસ્થાના બાંધકામ માટે 143 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લો કૃષિ અને પશુપાલન પર આધારિત છે. જૂનાગઢ જિલ્લામાં 1,65,000 જેટલી ગાય, બે લાખથી વધુ ભેંસ, 78000થી વધુ ઘેટા બકરા છે. જૂનાગઢમાં કાર્યરત વેટરનરી કોલેજ અને 59 નિશુલ્ક પશુ સારવાર કેન્દ્રો હેઠળ ખેડૂતો અને પશુપાલકોને પશુઓની નિશુલ્ક સારવાર અને માર્ગદર્શન મળી રહ્યા છે.

જૂનાગઢમાં 17 જેટલા મોબાઈલ પશુ દવાખાના હાલ કાર્યરત છે. 565 શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. પશુ આહાર માટે 16 કરોડથી વધુની સહાય રાજ્યમાં ડેરી ઉદ્યોગને આપવામાં આવી છે.

આ તકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંપાદિત પુસ્તક પાક સંરક્ષણ વ્યવસ્થા નું મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ તકે ખેતીવાડી ખાતા હસ્તક રોટાવેટર અને ટ્રેક્ટર સહાયના મંજૂરી હુકમનું વિતરણ લાભાર્થી ખેડૂતોને કરવામાં આવ્યું હતું.

મંત્રીએ ખેતીવાડી ,પશુપાલન , પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. તેમજ રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ પશુઓને કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવા માટે મૈત્રી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જે 14 મૈત્રી વર્કરને કીટ અને પ્રમાણપત્ર પણ મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીને યાદગાર બનાવશે ભાજપ, કર્યો આ પ્લાન

આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક,જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, ઉત્પાદન સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિના અધ્યક્ષ આરતી જાવિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, સમઢીયાળા ગામના સરપંચ ચિરાગ રાજાણી, સંયુકત પશુ નિયામક ડો. કે.આર.કટારા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને પશુપાલકો,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.