બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી (Mayavati)એ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની મિટિંગ દરમિયાન મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, મયાવતીએ બીએસપી મિટિંગ દરમિયાન જાહેર કર્યું હતુ કે બીએસપીમાં તેનો ઉત્તરાધિકારી આકાશ આનંદ (Akash Anand) બનશે.
આ પણ વાંચો : Post Officeની શાનદાર સ્કિમ, આટલા દિવસમાં પૈસા ડબલ
માયાવતીએ આજે સવારે આકાશ આનંદ (Akash Anand) સાથે મિટિંગમાં પહોચી હતી. હાલમાં જ બસપાએ આકાશ આનંદને ચાર રાજ્યોની જવાબદારી સોંપી હતી. છેલ્લા 6 વર્ષોમાં આકાશની સક્રિયતા પાર્ટીમાં વધી રહી છે. શરૂઆતમાં માયાવતીએ મંચ પરથી આકાશનો પરિચય કરવ્યો હતો. માયાવતીએ આકાશ આનંદને પાર્ટી કોઓર્ડિનેટર જેવું મહત્વનું પદ આપ્યું હતુ. આકાશે બીજા રાજ્યોમાં સંગઠન મિટિંગ અને સભાઓ કરી. આકાશ આનંદ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો દિકરો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કોણ છે આકાશ આનંદ?
તેણે શાળાનું શિક્ષણ ગુડગાંવમાં મેળવ્યું હતુ જ્યારે ઉચ્ચ શિક્ષણ લંડનમાં લીધુ છે. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. 2017થી તેઓએ રાજકારણમાં એન્ટ્રી કરી. ત્યારે તેઓ સહારનપુર રેલીમાં પ્રથમવાર માયાવતી સાથે મંચ પર જોવા મળ્યાં હતા. આકાશ હાલ પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર પણ છે. આકાશ આનંદ (Akash Anand)ના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ 2017માં રાજકારણમાં આવ્યાં. માયાવતીએ 2027માં એક મોટી રેલી કરી આકાશ આનંદને રાજકારણમાં લોન્ચ કર્યા હતા.
આ પણ વાંચો : UPમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભીષણ આગ, 8 લોકોના મોત
યુપીમાં આકાશના લોન્ચિંગ બાદ બસપા સતત નબળી થઈ છે. 2017, 2019માં પાર્ટીને મોટી હાર મળી તો 2022માં યુપી ચૂંટણીમાં બસપા માત્ર એક સીટમાં સંકેલાઈ ગઈ હતી. બસપાના નબળા પ્રદર્શનના હિસાબે પાર્ટીના નેતાઓમાંથી પણ ઉત્સાહ ઓસર્યો છે.