Jagdish, Khabri Media Gujarat
Jal Utsav 2023 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે ગઈ કાલે ગુરુવારે રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023” (Jal Utsav 2023)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાળળિયા સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો : Gujarat Weather : શું શિયાળા દરમિયાન રાજ્યમાં થશે માવઠું?
ગુજરાતના પ્રથમ “જળ ઉત્સવ 2023″ને ખુલ્લો મુકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ જ જીવન છે. જળ વગર ખેતીવાડી, પશુપંખી, જીવસૃષ્ટિ, સચરાચરની કલ્પના થઈ શકે નહીં. આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજા પ્રદેશની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે. તેઓએ કહ્યું કે, અહીં સરકારી ખરાબાની જમીન પરથી બાવળ દૂર કરીને વિવિધ વૃક્ષો ઉછેરીને જંગલને હર્યું ભર્યું બનાવવાનું કાર્ય કરી શકીએ. જેનાથી વરસાદ વધશે. સાથે પર્યાવરણ પણ સુધરશે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે, તેવું સરસ આયોજન રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થયું છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ જશે
ગુજરાતમાં થયેલા વિકાસની વિગતો આપતાં સીએમ પટેલે કહ્યું હતું કે, 2006માં ધોરડોમાં રણોત્સવના પ્રારંભ વખતે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, અહીં દેશ દુનિયાના લોકો આવશે. હાલમાં જ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટૂરિઝમ જાહેર કર્યું છે. અહીં પણ જળ ઉત્સવ શરૂ થયો છે ત્યારે અનેક લોકો અહીં આવશે.
ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. આ માટે નાનામાં નાના, છેવાડાના માણસને સરકારી મળવાપાત્ર બધી યોજનાઓનો લાભ મળે તેવા સેચ્યુરેશન પોઈન્ટટ સાકાર કરવાના પ્રયત્નો આ યાત્રામાં કરાઈ રહ્યા છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ ગુજરાત વિકસિત બનશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. સાથે સાથે મુખ્યમંત્રીએ પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની પણ લોકોને અપીલ કરી હતી.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું, કે લાઠી લીલીયાના ખારાપાટમાં પી.પી.પી. ધોરણે ગાગડિયો નદી ઊંડી અને પહોળી કરવાનું ડીસિલ્ટિંગ કરવાનું કામ થયું છે. આ કાર્ય થકી ખારાપાટમાં જળ ક્રાંતિ આવી છે. સૌની યોજના લિંક 2 અને 4 દ્વારા અમરેલીને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકાના બાકી વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવશે. સૌની યૌજના હેઠળ અમેરિના ડેમોમાં પાણી ભરવામાં આવશે
આ પણ વાંચો : કેવી રીતે મળ્યા જલિયાણ ને પોતાના ગુરુ?
આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, મુખ્ય ઇજનેરશ્રી એચ. યુ. કલ્યાણી તેમજ ધોળકીયા ફાઉન્ડેશનના વિવિધ અગ્રણીઓ, અમરેલી જિલ્લા વહીવટી તંત્રના મુખ્ય અધિકારીશ્રીઓ અને જિલ્લાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના ઉપક્રમે ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના અનેકવિધ કાર્યો સંપન્ન થયા છે. જેને વધાવવા તથા પ્રવાસનને વેગ આપવાના હેતુસર અહીં 25 નવેમ્બર સુધી “જળ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે.