Kutch News: રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના (Wire Fencing Scheme) અંતર્ગત ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કચ્છ જિલ્લાને ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર કચ્છ જિલ્લા માટે તા. 10/12/2023ના રોજ સવારે 10:30 કલાકે દિન-30 સુધી ખુલ્લું મુકવામાં આવશે.
ખેડૂતોએ લેવાની કાળજી
કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-10માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે. ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક 7/12, 8-અની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું.
અને સ્વધોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો, પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-120માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે.
આ પણ વાંચો: રાજકોટમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરી થકી 75 બાળકોને મળ્યું નવજીવન
ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે તેવું કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.