Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch News: કચ્છમાં સશસ્ત્ર સેના ધ્વજદિન (Armed Forces Flag day) વર્ષ 2022-23ની ઉજવણી તેમજ જિલ્લા સૈનિક બોર્ડ, ભુજ (Bhuj)ની ત્રિમાસિક બેઠક નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે મળી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
આજરોજ મળેલી બેઠકમાં એચ.એન.લીંબાચીયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી ભુજ દ્વારા જણાવાયું હતું કે, તા. 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૈનિકો પ્રત્યે આદર અને આત્મિયતા પ્રગટ કરવા નાગરિકો સ્વેચ્છાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાના તરફથી યથાશક્તિ આર્થિક યોગદાન આપે છે.
ત્યારે જિલ્લા સ્તરે ભંડોળ એકત્ર કરવા માટેના કાર્યક્રમોનું આયોજન અને સંયોજન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિ દ્વારા કરાતું હોય છે. આ ભંડોળમાં કચ્છના દરેક નાગરિક યથાશક્તિ પોતાનું આર્થિક યોગદાન આપે તેવી અપીલ તેમણે કરી હતી. આ યોગદાન 31 માર્ચ 2024 સુધી નોંધાવી શકાશે તેવું તેમણે ઉમેર્યું હતું.
આજની બેઠકમાં જિલ્લા સૈનિક બોર્ડ તથા સમસ્યા નિવારણ સમિતિ દ્વારા જિલ્લાના માજી સૈનિકોની ઇ.સી.એચ.એસ એમ્પેનલમેન્ટની જરૂરીયાતનો મુદો, માજી સેનિકો તેમજ સેવારત સૈનિકો માટે હોલીડે હોમ્સની સુવિધા, સેવાર તેમજ માજી સૈનિકની પોલીસ ફરીયાદ, ઓઆરઓપીના ચુકવણા બાબત, એએફડીના પરચેસ ઓર્ડર બાબત, હથિયારના એન.ઓ.સી તેમજ લાઇસન્સ બાબત સહિતના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ નિયમાનુસાર કામગીરી કરીને જે રજૂઆતો ત્વરીત ઉકેલી શકાય તેમ છે અધ્યક્ષસ્થાનેથી નિવાસી અધિક કલેકટરએ ઉકેલવાની ખાત્રી આપી હતી.
બેઠકમાં જિલ્લા સૈનિક કચેરી, ભુજ ખાતે પૂર્વ સૈનિકો તેમજ સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓની માહિતીઓનું આધુનિકરણ કરવાના માટેના ઓનલાઇન પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારે આ બાબતે માજી સૈનિકોમાં જાગૃતિ લાવવા મંડળ કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: કચ્છમાં આ તારીખે થશે LMVના ગોલ્ડન અને સિલ્વર નંબરનું ઓકશન, જાણો પૂરી પ્રક્રિયા
આજરોજ મળેલી બેઠકમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સિમિતના સભ્યો, માજી સૈનિકો તથા મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.