Arun Yogiraj : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોજેરોજ અયોધ્યાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે હવે શિલ્પકાર અરૂણ યોગીરાજ ભારે ચર્ચામાં છે.
આ પણ જુઓ : શિવલિંગ પર કેવી રીતે જળ ચડાવવું?
Arun Yogiraj : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોજેરોજ અયોધ્યાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે હવે શિલ્પકાર અરૂણ યોગીરાજ ભારે ચર્ચામાં છે. આ એજ શિલ્પકાર છે કે જેણે કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની મૂર્તિ બનાવી એટલું જ નહિ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે સ્થાપિત સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિ બનાવનાર પણ તેઓએ જ બનાવી છે.
અયોધ્યામાં રામ મંદિરનો (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ (Shilpkar Arun Yogiraj) દ્વારા બનાવવામાં આવેલી ‘રામલલા’ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં કરવામાં આવશે. બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે આ જાણકારી આપી. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બીએસ યેદિયુરપ્પાએ પણ અરુણને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. મૂર્તિને કંડારવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાંથી ત્રણ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી. અરુણ યોગીરાજ (Arun Yogiraj) આ શિલ્પકારોમાંના એક હતા. અરુણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે હું દેશના એ ત્રણ શિલ્પકારોમાંથી એક હતો જેમને રામલલાની પ્રતિમા કંડારવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કોણ છે અરુણ યોગીરાજ.
કોણ છે અરુણ યોગીરાજ?
અરુણ યોગીરાજ (Arun Yogiraj) કર્ણાટકના મૈસૂર શહેરના રહેવાસી છે. તે પ્રખ્યાત શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. તેમની પાંચ પેઢીઓથી પ્રતિમાઓ કંડારવાનું કામ થતું આવ્યું છે. અરુણ દેશના સૌથી પ્રખ્યાત શિલ્પકારોમાંના એક છે. દેશના વિવિધ રાજ્યોમાં અરુણની કોતરેલી મૂર્તિઓની ભારે માંગ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણની પ્રતિભાના વખાણ કર્યા છે. પોતાની આવડતનો ઉપયોગ કરીને અરુણે અનેક શિલ્પો બનાવ્યા છે.
અરુણના પિતા યોગીરાજ પણ ઉત્તમ શિલ્પકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પી પાસે મૈસુરના રાજાનું રક્ષણ હતું. અરુણ યોગીરાજ પણ બાળપણથી જ શિલ્પકામ સાથે જોડાયેલા છે. એમબીએ કર્યા બાદ તેણે થોડો સમય ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. જો કે, તે પોતાની અંદર બેઠેલા શિલ્પકારને વધુ સમય સુધી છુપાવી શક્યા નહીં. અને તેણે 2008માં તેની સ્કલ્પચર કારકિર્દીની શરૂઆત કરી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નેતાજીની 125મી જન્મજયંતિ પહેલા પીએમ મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન માટે ઈન્ડિયા ગેટ પર પ્રતિમા સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અરુણ યોગીરાજે 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવીને PM મોદીની આ ઈચ્છા પૂરી કરી. તેમણે પીએમ મોદીને સુભાષ ચંદ્ર બોઝની બે ફૂટ ઊંચી પ્રતિમા પણ સોંપી, જેના માટે પીએમએ તેમનો આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચો : ડ્રાઇવરો કેમ કરી રહ્યાં છે હડતાળ? જાણો, શું છે હિટ એન્ડ રન કાયદો
આ મૂર્તિઓનું નિર્માણ પણ યોગીરાજે કર્યું
અરુણ યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવી હતી. મૈસૂર જિલ્લાના ચૂંચનકટ્ટે ખાતે 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમા, બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરની 15 ફૂટ ઊંચી પ્રતિમા, મૈસૂરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ અમૃતશિલા પ્રતિમા, નંદીની 6 ફૂટ ઊંચી એકપાત્રી પ્રતિમા, માયસૂર દેવની 6 ફૂટ ઊંચી પ્રતિમા, સ્વામી રામકૃષ્ણ પરમહંસની પ્રતિમા. રાજા જયચામરાજેન્દ્ર વોડેયરની 14.5 ફૂટ ઊંચી સફેદ અમૃતશિલા પ્રતિમા અને અન્ય ઘણી પ્રતિમાઓ અરુણ યોગીરાજ દ્વારા કંડારવામાં આવી છે.