Know About Snake : દુનિયામાં પશુ, પક્ષીઓ અને જીવજંતુઓની લાખો પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં પણ સાપને (Snake) સૌથી ખતરનાક અને ઝેરીલા જીવોમાંથી એક માનવામાં આવે છે. તો આવો આજે આપણે સાંપ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.
આ પણ વાંચો : Samsungનો ધડાકો, એકથી એક ચડિયાતી પ્રોડક્ટ્સ કરી લોન્ચ
અજગર હોય છે આળસુના પીર
Know About Snake : સાપના (Snake) દોડવા, ઊંઘવા અને ઉંમરને લઈને ઘણા પ્રશ્નો છે, જેના જવાબો મોટાભાગના લોકો નથી જાણતા. પરંતુ શું તમે જાણો છો કે સાપ કેટલા કલાક ઊંઘે છે? આ સિવાય આળસનો પીર ગણાતો અજગર દિવસમાં કેટલા કલાકની ઊંઘ લે છે?
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જાણકારી અનુસાર ઊંઘની બાબતમાં સાપ (Snake) માણસો કરતા ઘણા આગળ છે. સામાન્ય રીતે સાપ દિવસમાં 24 કલાકમાંથી 16 કલાક ઊંઘે છે. એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો મહાકાય સાપ પાયથન 18 કલાકની લાંબી ઊંઘ લે છે. આ સિવાય અજગર, ખાસ કરીને શિયાળામાં, એક સાથે મોટા શિકારનો શિકાર કરે છે અને ઘણા દિવસો સુધી સૂઈ જાય છે. અજગરનું વજન 250 પાઉન્ડ અને તેની લંબાઈ 22 ફૂટ સુધી હોઈ શકે છે.
ઠંડીના દિવસોમાં સાપ 20 થી 24 કલાક ઊંઘે છે
ઠંડીના દિવસોમાં, મોટાભાગના સાપ તેમના છિદ્રો અને ગુફાઓમાં સંતાઈ જાય છે. આ સમય દરમિયાન તેઓ મોટાભાગે ઊંઘે છે. ઠંડા હવામાનમાં, સાપ 20 થી 22 કલાક ઊંઘે છે. એનાકોન્ડા વિશ્વમાં જોવા મળતી સાંપની પ્રજાતિમાં સૌથી મોટો સાપ માનવામાં આવે છે, જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. તેની લંબાઈ 44 ફૂટ અને વજન 70 થી 150 કિગ્રા છે. તેના મોટા કદના કારણે, સાપને એક સમયે વધુ ખોરાકની જરૂર પડે છે. આ સાપ એક જ વારમાં શિકાર કર્યા પછી પેટ ઠારીને લાંબા સમય સુધી સૂઈ જાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આદુ, લસણ અને ફિલાઇલથી સાંપ ખૂબ ડરે છે
તીખી ગંધથી સાપ સૌથી વધુ ડરતા હોય છે. આદુ, લસણ અને ફિનાઈલની ગંધથી સાપ દૂર રહે છે. તેવી રીતે તેજસ્વી પ્રકાશ તેની જોવાની ક્ષમતાને અસર કરે છે. ક્યારેક ચમકતા પ્રકાશને કારણે સાપ આંધળો પણ થઈ જાય છે. તેથી અજવાળાથી સાંપ ખૂબ જ ભયનો અનુભવ કરે છે. અચનાક વધતા તાપમાનથી પણ સાંપ ડર અનુભવે છે.
આ પણ વાંચો : શું છે રામ બાણ રામ પ્લાન – BJP
કિંગ કોબ્રા 20 વર્ષ સુધી જીવે છે
સાપની ઝડપ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. કિંગ કોબ્રાને વિશ્વના સૌથી ઝડપથી દોડતા સાપમાંથી એક માનવામાં આવે છે. તેની સ્પીડ 3.33 મીટર પ્રતિ સેકન્ડ છે. કિંગ કોબ્રાનું આયુષ્ય અન્ય સાપ કરતાં લાંબુ હોય છે. મોટાભાગના કિંગ કોબ્રા 20 વર્ષ સુધી જીવે છે.