જાણો, કેવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત?

ખબરી ગુજરાત ગુજરાત

Raghavji Patel Health Update : રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક (brain stroke) આવતા તેને તત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જામનગરના પસાયા બેરાજા ગામે ગામ ચલો અભિયાન ક્રાર્યક્રમમાં હતા તે દરમિયાન અચાનક તેઓની તબિયત કથળી હતી. હાલ તેઓની સારવાર આઈસીયીયુમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : 3 લાખ સિમ બંધ, 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક

PIC – Social Media

Raghavji Patel Health Update : કૃષિમંત્રી રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel)ની તબિયત કથળતા તેઓને તાત્કાલિક સિનર્જી હોસ્પિટલ (Synergy Hospital) ખાતે ખસેડવામાં આવ્યાં હતા. અહીં તેની સઘન સારવાર ચાલી રહી છે. ત્યારે હાલ મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. પરિવારના નિર્ણય બાદ તેને મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તબીબોએ શું કહ્યું?

કૃષિમંત્રની તબિયત સ્થિર હોવાની તબીબોએ માહિતી આપી છે. તબીબોનું કહેવું છે કે એક સપ્તાહથી વધુ સમય માટે રાઘવજી પટેલને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, ત્રણ થી ચાર અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર ચાલશે. બ્લડ પ્રેશરના કારણે રાઘવજીભાઈને હેમરેજ થયાનું તબીબો તારણ રજૂ કર્યું હતું. જો કે તાજા અપડેટ્સ મુજબ સિનરજી હોસ્પિટલના ડોક્ટરોએ તેમના પરિવારજનો સાથે વાત કરી છે અને રાઘવજીભાઈ પટેલને અમદાવાદ કે મુંબઈ પણ લઈ જવામાં આવી શકે છે. પરિવારજનો આ મામલે નિર્ણય લેશે તે મુજબ તેમને અમદાવાદ કે મુંબઇની હોસ્પિટલમાં રીફર કરી શકાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કૃષિમંત્રીની તબિયતને લઈ મૂળાભાઈ બેરાએ શું કહ્યું?

ગુજરાતના મંત્રી મુળુભાઈ બેરાએ રાઘવજી પટેલની તબિયતને લઈ નિવેદન આપતા કહ્યું કે, હાલ તેઓને તબિયત સ્થિર છે. મુખ્યમંત્રી ડોક્ટર સાથે સતત સંપર્કમાં છે. યુએન મહેતાની ટીમ પણ આવી રહી છે. હમણાં જ હું તેની સાથે વાતચીત કરીને આવ્યો છે તે ખૂબ જ સ્ટેબલ છે.