Geyser Use Tips : શિયાળો શરૂ થતાની સાથે જ ધીમે ધીમે ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે મોટા ભાગના લોકો ગરમ પાણીથી ન્હાવા માટે ગીઝર (Geyser)નો વધુ ઉપયોગ કરે છે. ગીઝર (Geyser)ના ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. કેમ કે ક્યારેક આપણી બદરકારીનેથી મોટુ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ (Tips) આપવા જઈ રહ્યાં છીએ કે જેથી તમે તમારી જાતને નુકસાનથી બચાવી શકો.
આ પણ વાંચો : Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા
ગીઝર ચાલુ કરીને ભૂલી જવું
ગીઝરને ચાલુ કર્યા બાદ તેને ચોક્કસ સમયે બંધ કરી દેવું જોઈએ. ગીઝરને સતત ચાલુ રાખવાના ઘણા ગેરફાયદા છે. સતત ચાલુ રાખવાથી તમારું ગીઝર બગડી શકે છે અને તમને મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે સતત પાણી ગરમ કર્યા પછી ગીઝર સ્પેર પાર્ટ્સને નુકસાન થઈ શકે છે. સ્પેર પાર્ટ બગડ્યા પછી ગીઝર નકામું બની જાય છે.
આ પણ જુઓ : જાણો, રેસ્ક્યુ ઓપરેશનના હીરો ‘આર્નોલ્ડ ડિક્સ’ કોણ છે?
વાયરિંગ ચકાસી લેવું
સમયાંતરે, તમારે ઘરનું વાયરિંગ ચેક કરી લેવું જોઈએ. જો તમે સ્પાર્કિંગ દરમિયાન પણ ગીઝરનો ઉપયોગ કરતા હો, તો તેને નુકસાન થઈ શકે છે. તેનાથી ઘરમાં મોટી દુર્ઘટના ઘટી શકે છે. જો આવું થાય તો તમારે નવું ગીઝર લગાવવું પડી શકે છે અને તેના માટે તમારે લગભગ 3 હજાર રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે એક ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે.
MCBનો ઉપયોગ કરવો
તમે ગીઝર સ્વીચમાં MCB પણ ફીટ કરી શકો છો. આનાથી ઘણા ફાયદા થશે. સૌપ્રથમ, જ્યારે પણ ગીઝરમાં કોઈ ખામી હશે, ત્યારે MCBની સ્વિચ ઓટોમેટિક ઓફ થઈ જશે અને કોઈપણ મોટી ખામીને ટાળી શકાશે. એમસીબીના ઉપયોગથી ગીઝરને નુકસાન થતુ પણ બચી શકશે. આ કારણે જ મોટા ભાગના લોકો ગીઝર ફિટ કરાવતી વખતે એમસીબી લગાવી લેતા હોય છે.