Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Junagadh Republic Day : જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણીની પૂર્વ સંધ્યાએ, 25મી જાન્યુઆરીએ સાંજે યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું બુધવારે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રૂંવાડા બેઠા કરી દેતા જૂનાગઢની ધરાના ઐતિહાસિક પ્રસંગો નૃત્યનાટિકામાં મંચ પર જીવંત થઈ ઉઠ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agricultur Universcity) ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારા આ ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.

આ પણ વાંચો : કેવો હશે આજનો દિવસ

સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ

જૂનાગઢ તથા સોરઠની સંસ્કૃતિ, લોકજીવન સહિતની વિશેષતાઓને ગૌરવમય રીતે ઉજાગર કરતી નૃત્ય નાટિકા ‘સોરઠ ધરા સોહામણી’નું (Sorath Dhara Sohamni) મંચન થયું ત્યારે લોકો જાણે એ કાળમાં પહોંચીને ઘટના નિહાળતા હોય એવું તાદશ્ય મંચન કરવામાં આવ્યું હતું. આ સાથે નરસિંહ મહેતાની ભક્તિ તેમજ જૂનાગઢની આઝાદી માટે રચાયેલી આરઝી હકૂમત અને તેની લડાઈના પ્રસંગો પણ જીવંત થયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસ જવાનો દ્વારા મશાલ પીટી

બીજી બાજુ પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ‘મશાલ પીટી’ કાર્યક્રમમાં બાઈક સ્ટંટ, મલખમ સહિત અવનવા કરતબ બતાવવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાત પોલીસના 256 જવાનો સાથે 512 મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં બંને હાથમાં મશાલ પકડીને ‘જય શ્રી રામ’, ‘ફિટ ઈન્ડિયા’, ‘ગીરનાર’ ‘ગુજરાત પોલીસ’, ‘વેલકમ ‘ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતાં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિવિધ શોર્ય કાર્યક્રમો કરાયા રજૂ

આ તકે, પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના કલાપ્રેમી પ્રજાજનોએ અશ્વ શો, ડૉગ શો સહિત અવનવા ભવ્ય કાર્યક્રમોની પ્રસ્તુતી માણી હતી.

આ પણ વાંચો : માલદીવ સરકારના ભારત વિરોધી વલણ પર વિપક્ષે નિશાન સાધ્યું

જૂનાગઢના પ્રજાજનોએ સોરઠી સિંહ જેવું શૌર્ય અને ચિત્તા જેવી ચપળતા ધરાવતા પોલીસ જવાનોના અદમ્ય સાહસ અને વીરતાભર્યા શૌર્યને ”ભારત માતા કી જય’ અને ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે વધાવ્યું હતું. આમ ખમીરવંતી ખાખીના અવનવા કરતબ નિહાળી જૂનાગઢના પ્રજાજનો મંત્રમુગ્ધ થયાં હતાં.

આ તકે, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, નાયબ પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, મેયર ગીતાબહેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર તેમજ અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, વહિવટી તંત્ર અને લોકો ઉપસ્થિત રહ્યાં હતા.