Junagadh News : જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે યોજાનાર અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેને લઈ જિલ્લા વહીટવી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : શહીદ દિન : બે મિનિટનું મૌન, શહીદોને નામ
Junagadh News : અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની (All India Girnar Climbing Descent Competition 2023-24) પૂર્વ તૈયારીના ભાગ રુપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતિની રચના કરવામાં આવી છે. આ સ્પર્ધા માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી Facebook Id – Dydo Junagadh પર મૂકી પણ દેવામાં આવી છે. આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓ રાખવામાં આવી છે. ઉપરાંત આગામી તા. 3 ફેબ્રુઆરીના રોજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા તા. 4 ફેબ્રુઆરીના રોજ ભવનાથ તળેટીથી અંબાજી મંદીર 5500 પગથીયાં સુધી યોજાશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારતના જુદા-જુદા રાજયોમાંથી 532 જેટલા અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે આવેલા છે. વધુમાં ગુજરાત રાજયના 5 જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડર પર્વત, પાવગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતાઓ અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.