Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.
આ પણ વાંચો : Oscar Nominations 2024: ઓપનહાઇમરનો દબદબો, ભારતની આ ફિલ્મ પણ સામેલ
જૂનાગઢના યુનિવર્સિટી રોડ પર પોલિટેકનિક કોલેજની સામે ખડિયા ખાતે આકાર પામનાર આ સંશોધન કેન્દ્રમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન-કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે. ઉપરાંત કંઠોપકંઠ પરંપરાથી શ્રી નરસિંહ મહેતાના જળવાયેલા પદોનું ડિજીટલાઈઝેશન કરવામાં આવશે.
આદ્ય સર્જક નરસિંહ મહેતાએ સવા લાખ જેટલા પદોની રચના કરી છે, ત્યારે તેના પર પૂરતું સંશોધન અને તેમની રચના-સાહિત્યનું સંરક્ષણ થાય તે જરૂરી છે. ઉપરાંત આ સાહિત્યના ઉચ્ચ સ્તરના પદોનું અંગ્રેજી સહિત દેશની અન્ય ભાષામાં અનુવાદ થાય તે પણ ખૂબ જરૂરી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ સંશોધન કેન્દ્ર રૂ. 9 કરોડના ખર્ચે તૈયાર થવાનું હતું પરંતુ નરસિંહ મહેતાનુ જીવન કવન અને સાહિત્ય જન જન સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આધુનિક અને ટેકનોલોજી સભર એક મ્યુઝિયમ પણ તૈયાર થાય તે માટે વધુ રૂ. 6 કરોડ ફાળવ્યા છે.
આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ સાંસ્કૃતિક વિભાગ હેઠળ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર પર, ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને જીવન પર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડવાનું દેશ માટે બલિદાનને જીવંત રાખતું અને વડનગર ખાતે પણ એક મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, આદિકવિ નરસિંહ મહેતાનું જીવન અને પદો વિશ્વાસ અને ભરોષો કેળવવા માટે પ્રેરણા આપે છે. નરસિંહ મહેતાને ભક્તિ અને કૃષ્ણ પ્રેમ પર પૂરો ભરોસો હતો. જેથી ભગવાને શામળશા શેઠ બની હુંડી સ્વીકારી હતી. તેમ આજે ખાસ કરીને યુવા ભાઈ -બહેનો જે કાર્ય કરી રહ્યા છે તેમાં સંપૂર્ણ ભરોષો હોવો જોઈએ. આ સાથે તેમણે આ કેન્દ્ર બનવાની જાહેરાત થવાથી ખાતમુહૂર્ત પ્રસંગનો સાક્ષી રહેવાનો આનંદ વ્યક્ત કરતા આ સંશોધન કેન્દ્ર માટે પૂરતુ અનુદાન ફાળવવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું કે, એક સર્જક માટે રૂપિયા. 15 કરોડનું અનુદાન ફાળવવું એક ગૌરવપ્રથ ઘટના છે. આ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સાહિત્ય અને સંશોધનની પ્રવૃત્તિઓ થશે. સાથો સાથ ધર્મ સંસ્કૃતિ અને સાહિત્યનો વ્યાપ સમાજમાં વધુ વિસ્તરશે.
આ પણ વાંચો : સિદ્ધપુરના માતૃગયામાં તર્પણ વિધિ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
તેમણે આ સંશોધન કેન્દ્ર માટે પૂર્વ નિર્ધારિત રીતે 2 એકર જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ સંશોધન કેન્દ્રને નવી ઉંચાઈ મળે તે માટે વધુ 3 એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વન્ય પ્રાણીઓ પર સંશોધન માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડી માટે રૂ.9 કરોડ ફાળવવામાં આવી રહ્યા છે. આમ, શિક્ષણ સંશોધન અને સાહિત્યને વેગ નવો વેગ મળશે.