Jagdish, Khabri Media Gujarat
Job News : 10 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO) તરફથી ડ્રાઇવરની જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવાનું શરૂ થઈ ચૂક્યુ છે. ઉમેદવાર 13 નવેમ્બરથી 27 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. આ માટે 500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : જાણો, 16 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
જગ્યાની માહિતી અને શૈક્ષણિક લાયકાત
લાઈટ વ્હિકલ ડ્રાઈવર માટે 9 અને હેવી વ્હિકલ ડ્રાઇવર માટે 9 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે લાઇટ વ્હિકલ ડ્રાઇવરની જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે એસએસએલસી, એસએસસી, મેટ્રિક સહિત 10મું પાસ હોવો જોઈએ. તે સિવાય ઉમેદવાર પાસે વેલિટ એલવીડી લાયસન્સ હોવું જરૂરી છે. સાથે જ લાઇટ વ્હિકલ ડ્રાઇવર તરીકેનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ISRO Driver Recruitment Notification 2023 આ લિંક દ્વારા ડાયરેક્ટ ચેક કરો
હેવી વ્હિકલ ડ્રાઇવરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર 10 પાસ હોવો જોઈએ. સાથે જ તેની પાસે એસએસી, એસએસએલસીની લાયકાત હોવી જોઈએ. આ સિવાય ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત HVDનું લાઇસન્સ હોવું જરૂરી છે. સાથે જ હેવી વ્હિકલ ડ્રાઇવર તરીકે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આ પણ વાંચો : Tulsi Vivah : જાણો, ક્યારે છે તુલસી વિવાહનું શુભ મુહૂર્ત અને શું છે મહત્વ
ઉંમર અને સિલેક્શન પ્રોસેસ
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ માટે પહેલા લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. તેની સાથે જ ઉમેદવારે મેડીકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવવાનું રહેશે. જો તમામ પ્રોસેસમાંથી ઉમેદવાર પાસ થાય તો જ તેનું સિલેક્શન થશે. આપને જણાવી દઈએ, કે આ માટે ઉમેદવારને 19,900 રૂપિયાથી લઈને 63,200 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે. તેમજ અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ આપવામાં આવશે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
જરૂરી ડોક્યુમેન્ટ્સ
10માં ધોરણની માર્કશીટ
12માં ધોરણની માર્કશીટ
ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ
ઉમેદવારનો ફોટો અને સિગ્નેચર
જાતિનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર, ઈમેઇલ આઈડી
આ રીતે કરો આવેદન
ઉમેદવાર આવેદન કરવ માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ vssc.gov.in પર જવું.
ઈસરો ડ્રાઇવર જગ્યાના આવેદન માટે અપ્લાઈ લિંક પર ક્લિક કરવું.
વેબસાઈટ પર અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લો.
આવેદન સાથે જોડાયેલા તમામ ડોક્યુમેન્ટ્સ, સિગ્નેચર, ફોટો, આઈડી પ્રુફ, સાવધાનીપૂર્વક અપલોડ કરો.
ત્યાર બાદ એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.
ત્યાર બાદ સબમિટ એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટ આઉટ લઈ લો.