JOb News : IBમાં આવી બમ્પર ભરતી, જાણો કેટલી મળશે સેલેરી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Government Job : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. IBમાં ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોએ થોડા સમય પહેલા ACICO એટલે કે (આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર) ગ્રેડ – II એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે ભરતીની જાહેરાત આપી હતી. આ ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવાનું શરૂ થઈ ગયું છે. તેથી, જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો : “તુ શું, તારો બાપ પણ મને બહાર નીકળતા નહિ રોકી શકે” : ઓવૈસી

PIC – Social Media

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

995 ખાલી જગ્યાઓ માટે નીકળી ભરતી

આ ખાલી જગ્યાઓ એમએચએ એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ અંતર્ગત કુલ 995 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે. અરજી કરવા અને આ ખાલી જગ્યાઓની વિગતો જાણવા માટે, MHA ની સત્તાવાર વેબસાઇટ – mha.gov.in.મુલાકાત લઈ શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડીગ્રી હોવી જોઈએ. તેમજ વય મર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : Marutiની કાર પડશે મોંઘી, જાણો શું છે કારણ?

શું છે પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારને માસિક પગાર રૂ. 44,900 થી રૂ. 1,42,400 સુધી મળશે. આ સિવાય DA, TA, HRA જેવી બીજી ઘણી સુવિધાઓ પણ મળશે.