આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે

Jobs in Rajkot: રોજગાર કચેરી દ્વારા રાજકોટમાં યોજાશે ભરતી મેળો, જાણો ક્યારે

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love
આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે

Dinesh Rathod, Gujarat, Khabri media

Rajkot: મદદનીશ નિયામક રોજગારની કચેરી, રાજકોટ દ્વારા આગામી તા. 03/11/2023ના રોજ સવારે 09:00 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. જેમાં 20 જેટલા ખાનગી એકમોના પ્રતિનિધિ ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરશે, ઉપસ્થિત રહેનારા નોકરીદાતા અંગેની વધુ વિગત રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ “Emp Rajkot” પર ઉપલબ્ધ છે. આ રોજગાર ભરતીમેળામાં કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, 1/3, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફો.નં. 0281-2440419 પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Khabri Media WhatsApp channel

રાજકોટ શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે હેતુથી વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના આદેશો જાહેર કર્યા છે.

જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં વાહન વેપારીઓ, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો અથડાયા, 13થી વધુના મોત

તદુપરાંત તમામ વાહનોના વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જીન નંબર, ફ્રેમ ચેસીસ નંબર હોવો આવશ્યક છે. સાયકલ સહિત તમામ ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો, ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી તરફથી માંગવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે. આ આદેશ તા. 01/11/2023થી તા.31/12/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.