Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: રાજકોટ જીલ્લાના જેતપુના નવાગઢમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોપૉરિશન લીમીટેડ (Getco) વીજકંપની દ્વારા નવાગઢની વચ્ચો વચ્ચ 66000 વોલ્ટની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર કરવાની તજવીજ કરેલ હોય, જેને લઇને આજે નવાગઢ વિસ્તારના લોકો દ્વારા જેતપુર મામલતદારને આવેદનત્ર આપવામાં આવ્યું હતું.
આ વિસ્તારના લોકો દ્વારા આવેદપત્રમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું
ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોપૉરિશન લીમીટેડ (Getco) વીજકંપની દ્વારા નવાગઢની વચ્ચો વચ્ચ 66000 વોલ્ટની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર કરવાની તજવીજ કરેલ હોય, આ લાઇન પસાર થવાથી અમો ગામજનોને નાણામાં ન આંકી શકાય તેવી કાયમી અને લાંબાગાળાની નુકશાની ભોગવવાનો વારો આવે તેમ હોય તેમજ તેઓ જે જગ્યાએથી ઇલેકટ્રીક લાઇન પસાર કરવા માંગે છે તે જગ્યાએ ગ્રામજનોનો કાયમી અને મુખ્ય માર્ગ છે.
તથા જાનમાલની નુકસાનીનો સતત ભય રહે છે. ઉપરાંત તે જગ્યાએ ભુર્ગભ ગટ્ટરની લાઇન, ટેલીફોન લાઇન તેમજ ગેસ કનેકશન લાઇન દરેક વિસ્તારમાં પસાર થતી હોય, જે લાઇનો બગડવાના કારણે ખોદાકામ કરતી વખતે આ વિજલાઇન પસાર થાય તો ખુબજ મોટી દુર્ઘટનાઓ બને તેવી પુરેપરી દહેશત છે.
66 kv વિજલાઇન પસાર થવાથી Electromagnetic Effect – EMF રેડીયેસનની કાયમી અસર ગામલોકો તથા બાળકો પર થશે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધુ અસર થવાનો ભય છે. તેનાથી ઘણાપ્ર કારની ટુકા અને લાંબા ગાળાની બીમારી થવાનો ભય છે.
આ પણ વાંચો: Rajkot: BLO તરીકેના સામૂહિક રાજીનામાની ચીમકી સાથે શિક્ષકોએ આપ્યું આવેદન, જાણો કારણ
લોકો દ્વારા આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લાઇન પસાર કરાવમાં આવશે તો અમો ગામવાસીઓને ના છુટકે, આંદોલન તથા કાનુની પ્રક્રિયા કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી લાગતા-વળગતા અધિકારીઓની રહેશે.