JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

JEE Mains Result : JEE મેઈન્સના બંને પેપર માટે કુલ 12,31,874 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 11,70,036 પરીક્ષામાં હાજર રહ્યા હતા. પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોનું પરિણામ સત્તાવાર વેબસાઈપ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દેશને દીક્ષિત બનાવવા નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ – રાષ્ટ્રપતિ

PIC – Social media

JEE Mains Result : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મુખ્ય સત્ર 1 (JEE Main Session 1)નું પરિણામ જાહેર કર્યું છે. ફાઇલ આન્સર કી પહેલેથી જ બહાર પાડવામાં આવી હતી. પરિણામ jeemain.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. ઉમેદવારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.

JEE મેન્સ મુખ્ય સત્રનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 23 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. વિદ્યાર્થિનીઓમાં ગુજરાતની દ્વિજા ધર્મેશકુમારે 99.99 પર્સેન્ટાઇલ સાથે ટોપ કર્યું છે. આ પહેલા એનટીએ એ ગત સોમવારે જેઈઈ મેન્સ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી હતી. ફાઇનલ આન્સર કીમાં 6 પ્રશ્નો ડ્રોપ કરવામાં આવ્યાં હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

એનટીએ અનુસાર આ વખતે જેઈઈ મેન (JEE MAIN)ના પેપર -1 (બીટેક, બીઈ)માં 95.8 ટકા પરિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે પેપર – 2 (બીઆર્ક અને બી પ્લાનિંગ)માં 75 ટકા પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી. જ્યારથી એનટીએ દ્વારા જેઈઈ મેન પરિક્ષા શરૂ કરી આટલી મોટી સંખ્યામાં હાજરી ક્યારેય નોંધાઈ નથી. જેઈઈ મેન સેશન-1 માટે આ વખતે રેકોર્ડ 12,31,874 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે 2019 પછી સૌથી વધુ હતુ. જેઈઈમાં 2019માં 12,37,892 વિદ્યાર્થિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ.

આ રીતે જુઓ તમારુ પરિણામ

જેઈઈ મેન 2024 (JEE MAIN 2024) સેશન-1નું પરિણામ જોવા માટે તમારે સૌથી પહેલા સત્તાવાર વેબાસાઈટ jeemain.nta.ac.in પર જવું પડશે.
હોમ પેઝ પર તમારા પરિણામ અને સ્કોર કાર્ડ સંબંધિત લિંક પર ક્લિક કરવું પડશે.
ત્યાર બાદ એપ્લિકેશન નંબર તેમજ જન્મ તારીખ નાખીને સબમિટ કરો.
સબમિટ કરતા જ તમારુ પરિણામ સ્ક્રીન પર આવી જશે.
સ્કોર કાર્ડ (પરિણામ) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

JEE મુખ્ય સત્ર-2 માટેની અરજી પ્રક્રિયા પણ ચાલી રહી છે. JEE મુખ્ય સત્ર-2ની પરીક્ષા 4 એપ્રિલ, 2024 થી 15 એપ્રિલ, 2024 દરમિયાન લેવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ છે.

JEE મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થયા પછી, બંને સત્રોના શ્રેષ્ઠ NTA સ્કોરના આધારે વિદ્યાર્થીઓના રેન્ક જાહેર કરવામાં આવશે. JEE મુખ્ય પરિણામમાં પ્રથમ 2,50,000 રેન્ક મેળવનાર ઉમેદવારો JEE એડવાન્સ ટેસ્ટ માટે અરજી કરવા પાત્ર હશે. IIT માં પ્રવેશ JEE એડવાન્સ દ્વારા થાય છે.