Jagdish, Khabri Media Gujarat
ગુજરાત સરકાર અને ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જળ અમરેલી ખાતે ઉત્સવ 2023ની ઉજવણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. 15 નવેમ્બર થી તા. 25 નવેમ્બર, 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ-2023 યોજાશે.
આ પણ વાંચો : જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી
જળ ઉત્સવ-2023 ‘ભારતનો પ્રથમ કાર્બન નેચરલ વોટર ફેસ્ટિવલ’ છે. હેતની હવેલી દુધાળા-લાઠી ખાતે જળ ઉત્સવ-23 અંતર્ગત વિવિધ ઇવેન્ટ્સની તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં ટેન્ટ સિટી, મુખ્ય કાર્યક્રમ ડોમ, વોટર સ્પોર્ટ્સ, સેમિનાર અને કોન્ફરન્સ હોલ માટેની તૈયારીઓ પૂરજોશમાં શરુ છે. આ ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ અને આનુષંગિક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ઉલ્લેખનીય છે કે, આ જળ ઉત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ધોળકીયા ફાઉન્ડેશન તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે. અગાઉ જિલ્લા કલેકટર દહિયાએ હેતની હવેલી, દુધાળા ખાતે ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડસ્ટોલસહિતના સ્થળે સંબંધિત સર્વે અધિકારીશ્રીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : આ અભિનેતાની સૌથી વધુ ફિલ્મો થઈ છે ઓસ્કાર માટે નોમિનેટ
ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે લાઠી તાલુકાના દુધાળા ખાતે ગાગડીયો નદી પર જળ સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન અહીં અમૃત સરોવર સહિતના સરોવરોમાં પાણીનો સંગ્રહ થયો છે. અહીં જળ સંરક્ષણને લઈને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. જળ ઉત્સવ – 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ કોર્ટ સહિતના આકર્ષણો ઊભા કરવામાં આવશે.