IPL 2024 : મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ટી20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુંબઈએ આ મામલે ચેન્નાઈ અને ટીમ ઇન્ડિયાને પણ પાછળ છોડ્યા છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.
આ પણ વાંચો – ભારતને ઓફર થયું હતુ પાકિસ્તાનનું આ શહેર, નેહરુએ કર્યો અસ્વીકાર
IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) સતત ત્રણ મેચ હાર્યા બાદ IPL 2024માં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. સિઝનની ચોથી મેચમાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવી જીતનું ખાતું ખોલ્યું હતું. આ જીત સાથે મુંબઈએ T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ રેકોર્ડ સાથે મુંબઈએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ટીમ ઈન્ડિયાને પણ પાછળ છોડ્યા છે.
IPL 2024ની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે T20 ક્રિકેટમાં 150 જીત પૂરી કરી. T20 ક્રિકેટના ઈતિહાસમાં મુંબઈ આવુ કરનાર પ્રથમ ટીમ બની છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 148 જીત સાથે બીજા સ્થાને છે અને ટીમ ઈન્ડિયા 144 જીત સાથે ત્રીજા સ્થાન પર છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
યાદીમાં આગળ વધતા લેન્કેશાયરની ટીમ ત્રીજા સ્થાને અને સમરસેટ ચોથા સ્થાને જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં લેન્કેશાયરે 143 અને સમરસેટે 142 T20 જીતી છે. જો આપણે યાદીમાં એક સ્થાન આગળ જોઈએ તો પાકિસ્તાન 139 જીત સાથે છઠ્ઠા સ્થાને છે.
સૌથી વધુ T20 મેચ જીતનાર ટીમ
150 – મુંબઈ ઈન્ડિયન્સ
148- ચેન્નાઈ સુપર કિંગ્સ
144 – ટીમ ઈન્ડિયા
143 – લેન્કેશાયર
142 – સમરસેટ
139 – પાકિસ્તાન.
મુંબઈ માટે સિઝનની પ્રથમ જીત
દિલ્હી કેપિટલ્સ સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સને મોટી રાહત મળી છે. મુંબઈ 29 રને જીત્યું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 234/5 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હી 20 ઓવરમાં 205/8ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોંધનીય છે કે મુંબઈ તેની પ્રથમ ત્રણ મેચ ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારી ગયું હતું. ગુજરાતે મુંબઈને 6 રને, હૈદરાબાદને 31 રને અને રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું હતું.