IPL 2024 : ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ગુજરાતની મોટી છલાંગ

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

IPL 2024 : ગુજરાત ટાઇટન્સ ભલે પંજાબ કિંગ્સ સામે મેચ હારી ગઈ હોય, પરંતુ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

આ પણ વાંચો – હાઇવે પર ચૂકવવો પડે છે બેગણો ટોલ… જાણો કેમ?

PIC – Social Media

IPL 2024 : આઇપીએલની આ સિઝનમાં દરેક મેચ બાદ પોઇટ ટેબલ પર ફેરફાર થઈ રહ્યો છે. જો કે બીજી બાજુ ખેલાડીઓ વચ્ચે ઓેરેન્જ અને પર્પલ કેપની રેસ યથાવત છે. ભલે ગુજરાત ટાઇટન્સ પોતાની છેલ્લી મેચ હારીને આવી હોય, પરંતું ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ગુજરાતના ખેલાડીઓએ મોટી છલાંગ લગાવી છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પોતાની શાનદાર બેટિંગથી ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માં પહોંચી ગયો છે. બીજી બાજુ પર્પલ કેપની રેસમાં ગુજરાતના બોલર મોહિત શર્મા નંબર 1 પર છે.

કોહલીએ બનાવ્યા સૌથી વધુ રન

RCBના વિરાટ કોહલીએ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ચાર મેચમાં 203 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે. જો આપણે બીજા નંબરના બેટ્સમેનની વાત કરીએ તો તેના પર રિયાન પરાગનો કબજો છે. તેણે 3 મેચ રમીને 181 રન બનાવ્યા છે. તેણે પણ બે અડધી સદી ફટકારી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસને ત્રણ મેચમાં 167 રન બનાવ્યા છે અને તે ત્રીજા સ્થાને છે.

ટોપ 5માં શુભમનની એન્ટ્રી

આ દરમિયાન શુભમન ગિલ હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે ચાર મેચમાં 164 રન બનાવ્યા છે. પંજાબ સામે રમાયેલી તેની 89 રનની અણનમ ઈનિંગ આ વર્ષની સૌથી મોટી ઈનિંગ બની ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સનો સાઇ સુદર્શન હવે 5માં નંબરે પહોંચી ગયો છે. તેણે 4 મેચમાં 160 રન બનાવ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

પર્પલ કેપ પર મોહિત શર્માનો કબ્જો

પર્પલ કેપની વાત કરીએ તો હવે ગુજરાત ટાઇટન્સનો મોહિત શર્મા પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 4 મેચ રમીને 7 વિકેટ પોતાના નામે કરી છે. CSKના મુસ્તાફિઝુર રહેમાને પણ ત્રણ મેચમાં 7 વિકેટ ઝડપી છે. પરંતુ મોહિતની ઇકોનોમી સારી છે, તેથી જ તે પ્રથમ સ્થાને છે. LSGનો મયંક યાદવ હાલમાં ત્રીજા સ્થાને છે. તેણે માત્ર બે મેચ રમીને 6 વિકેટ પોતાના નામે કરી છે. રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ 6 વિકેટ સાથે ચોથા નંબર પર અને દિલ્હીનો ખલીલ અહેમદ 6 વિકેટ સાથે પાંચમા નંબર પર છે. પંજાબ કિંગ્સના કાગીસો રબાડા 6 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન

આમ જોઈએ તો ગુજરાતની ટીમ ભલે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં ન હોય, પરંતુ બેટ્સમેનોમાં તેના બે બેટ્સમેન ટોપ 5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે, જ્યારે બોલરોમાં મોહિત શર્મા ટોપ પર છે. જો કે આ માત્ર શરૂઆત છે અને આવનારી મેચોમાં આમાં બદલાવની સંભાવના છે, પરંતુ પહેલા હાફમાં લીડ લેનાર ખેલાડી માટે આ કેપ્સને કબ્જો કરવો સરળ થઈ જાય છે.