Stock Market High: ભારતીય બજારમાં સેન્સેક્સ 75,000ના સપાટીને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીમાં વધારો ચાલુ છે અને આજે તે ફરીથી ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યો છે જે 48,812.15 છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
Stock Market High: ભારતીય બજારમાં સેન્સેક્સ 75,000ના સપાટીને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીમાં વધારો ચાલુ છે અને આજે તે ફરીથી ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યો છે જે 48,812.15 છે. ઓટો ઈન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે અને આઈટી શેરના વધારાને કારણે આઈટી ઈન્ડેક્સ પણ ઉપર જઈ રહ્યો છે. ભારતીય શેરબજારમાં રોકાણકારોના હકારાત્મક સેન્ટિમેન્ટની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે.
બજાર કયા રેકોર્ડ સ્તરે ખુલ્યું?
BSE સેન્સેક્સ 381.78 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 75,124.28 પર ખુલ્યો હતો અને પ્રથમ વખત 75,000ને પાર કરી ગયો હતો. NSE નો નિફ્ટી 98.80 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 22,765.10 ની સપાટી પર ખુલ્યો અને આ નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ છે.
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સ માર્કેટ ખુલતાની સાથે જ તે 75 હજારને પાર કરી ગયો હતો, પરંતુ 15 મિનિટ પછી BSE સેન્સેક્સના 30માંથી 16 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 14 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. NSE નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 22 શેરો ઘટાડા પર છે.
BSEની માર્કેટ મૂડીમાં વધારો થયો
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 401.82 લાખ કરોડ થયું છે અને તે સતત વૃદ્ધિ દર્શાવે છે. ગઈકાલે, પ્રથમ વખત, BSEનો એમકેપ રૂ. 400 લાખ કરોડને પાર કરી ગયો હતો અને આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સેન્સેક્સ-નિફ્ટીના ટોપ ગેઇનર્સ
સેન્સેક્સમાં આજે ઈન્ફોસિસ 2.02 ટકા અને અપોલો હોસ્પિટલ 1.29 ટકા ઉપર છે. એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, ટક મહિન્દ્રા, ટીસીએસ જેવા શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોની વાત કરીએ તો ઈન્ફોસીસ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી બેંક પણ રેકોર્ડ હાઈ પર
નિફ્ટી બેંક પણ રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે અને શરૂઆતની મિનિટોમાં જ તે 48,800ને પાર કરી ગયો હતો, ત્યારબાદ તે 48,812ની નવી ટોચને સ્પર્શ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ સકારાત્મક સંકેત જોવા મળ્ય છે અને તેને PSU બેંકો અને ખાનગી બેંકો તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
ગુડી પડવા નિમિત્તે આજે કરન્સી બજાર બંધ રહ્યું
ગુડી પડવા નિમિત્તે મહારાષ્ટ્રમાં આજે કરન્સી બજાર બંધ છે અને ભારતીય બજારમાં રૂપિયા સિવાયની કરન્સીમાં કોઈ વેપાર થશે નહીં.