World cup 2023 Final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલને લઈ સમગ્ર વિશ્વમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ વખતે ધમાકેદાર પ્રદર્શન દ્વારા દરેક ટીમને પાછળ છોડી પોતાનું સ્થાન ફાઈનલમાં બનાવ્યું છે.
આ પણ વાંચો : World Cup Final Fever : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બ્લુ જર્સીનો મહાસાગર
ટીમ ઈન્ડિયાએ આખા ટૂર્નામેન્ટ દરમિયાન ઘણી સંતુલિત જોવા મળી છે. દરેક ખેલાડીઓને એક જવાબદારી મળી છે જેને દરેક ખેલાડીએ બખુબી નિભાવી પણ છે. ફાઈનલમાં કેવી ટીમ હશે અને તેની શું જવાબદારી હશે તેના પર આજે થોડી ચર્ચા કરી લઈએ.
ઓપનર બેટ્સમેન : રોહિત શર્માની જવાબદારી બધાને ખબર છે. તેઓ ક્રિઝ પર આવી ઝડપથી રન બનાવે છે. દરેક મેચમાં આ રીતે જ જોવા મળ્યું છે. તેઓ શુભમન ગિલ સાથે મળીને નવા બોલ પર વધુમાં વધુ રન બનાવે છે. ગિલ અને રોહિત ઓપનર તરીકે ફિક્સ છે.
મિડલ ઓર્ડર અને ઓલ રાઉન્ડર : ઓપનરો બાદ નંબર 3 પર રમવાની જવાબદારી વિરાટ કોહલીની છે. તેઓ એક બાજુના છેડાને સારી રીતે સંભાળી રાખે છે અને રમતને અંત સુધી લઈ જાય છે. ત્યાર બાદ શ્રેયસ ઐયરે આ વર્લ્ડ કપમાં પોતાનું કામ ખુબ સારી રીતે કર્યું છે. તેઓ ક્રિઝ પર આવી તોફાની બેટિંગ કરે છે. કે એલ રાહુલ જરૂરિયા મુજબત રમતને રમે છે. છઠ્ઠા નંબર પર સુર્યકુમાર યાદવ છે. તેઓ છેલ્લે સુધી બેટિંગ કરી શકે છે. ઓલરાઉન્ડર તરીકે જાડેજા ભૂમિકા ભજવે છે. આ વર્લ્ડકપમાં તેઓએ બોલ દ્વારા ઘણું સારુ પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં પણ તેઓએ પોતાનો જાદુ બતાવ્યો છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓ વર્લ્ડ કપની ગોલ્ડન બેટ અને બોલ જીતશે
બોલિંગ : ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં 3 ઝડપી બોલર હશે. મોહમ્મદ શામી એ તોફાની બોલિંગ કરતા 3 વાર 5 વિકેટ ઝડપી છે. તેમજ એકવાર 7 વિકેટ કાઢી છે. ન્યૂઝીલેન્ડ સામે તેઓએ આ કારનામું કરી બતાવ્યું હતુ. જસપ્રિત બુમરાહ કોઈપણ સ્થિતિમાં રન રોકી વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. તેના સિવાય મોહમ્મદ સિરાજ પણ છે. સ્પિનરમાં કુલદીપ યાદવએ મહત્વની ભૂમિકા નિભાવી છે. વચ્ચે વિકેટ લેવાનું કામ તેઓનું છે. આ રીતે ટીમ ઈન્ડિયાના ફાઈનલ માટે આ 11 નામો સાથે જ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
India vs Australia playing 11
ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયશ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, જસપ્રતિ બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદિપ યાદવ
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11 : ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, ઓશ ઈંગ્લિશ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિંસ, એડમ જામ્પા, જોશ હેજવુડ