ગુજરાતમાં સુરજ દેવતાનો પારો ચડ્યો, આ શહેરમાં સૌથી વધુ તાપમાન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Heat Wave In Gujarat : ગુજરાતમાં હિટવેવ યથવાત છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી જાણે અગન જ્વાળા ઝરતી હોય તેમ રાજ્યના 14 શહેરમાં મહત્મ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ.

આ પણ વાંચો – 18 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

Heat Wave In Gujarat : ગુજરાતમાં હિટવેવ યથવાત છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી જાણે અગન જ્વાળા ઝરતી હોય તેમ રાજ્યના 14 શહેરમાં મહત્મ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. આઈએમડીની ચેતવણી અનુસાર હજુ આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હિટવેટની સ્થિતિ રહેશે. જો સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં અમરેલી શહેર 44 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મહુવામાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યાં શહેરમાં કેટલુ તાપમાન નોંધ્યું?

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં મહતમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટમાં 43.8 ડિગ્રી, વડોદરમાં 43.6 ડિગ્રી, મહુવા અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી, કેશોદ 42.7 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, કંડલામાં 42.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી અને ભૂજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

હજુ એક અઠવાડિયું પડશે આગ ઝરતી ગરમી

હવામાન વિભાગ અનુસાર હજુ આ અઠવાડિયામાં ગુજરાતમાં ગરમીમાં ઘટાડાનો સંકેત નથી. ગુજરાત સહિત દેશભરમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, સૌરાષ્ટ્ર-કચ્છ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં આ અઠવાડિયામાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ બાદ ગઈકાલથી ગરમીનો પારો ઉંચકાયો છે. ચારેય બાજુ આગ ઝરતી ગરમી પડી રહી છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હિટવેવથી બચવા આટલુ કરો

રાજ્યમાં વધતા તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે. હિટવેવથી બચવા માટે બની શકે તો કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. જેમ બને તેમ પાણી પીવાનું પ્રમાણ વધુ રાખો, રેસાવાળા ફળ અને લીલા શાકભાજીનો ખોરાકમાં ઉપયોગ કરો, તરબુચ કાકડી અને ટેટી જેવા ફળોનું સેવન કરો. બહાર નિકળતી વખતે હંમેશા માથું ઢાંકીને નીકળો અને સાથે પાણીની બોટલ રાખો.