હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ પોતાના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે પાર્ટનરશીપમાં એક કંપની શરૂ કરી હતી. જેમાં હાર્દિક અને કૃણાલે વૈભવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નફાના રૂપિયામાં ઘાલમેલ કરી હોવાનો આરોપ લગાવાયો છે.
આ પણ વાંચો – ચુંટણી ઢંઢેરો : અમારી સરકાર આવી તો, સસ્તો અને સારો દારુ ઉપલબ્ધ કરાવશુ
ઇન્ડિયન પ્રિમીયરલ લિગની 17મી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની માઠી બેઠી હોય તેવું લાગે છે. હાર્દિક પંડ્યા ટીમ માટે જોઈએ તેવુ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો નથી. ત્યારે હવે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. હાર્દિક પંડ્યા સાથે બીજા કોઈ નહિ પરંતુ તેના જ સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ છેતરપિંડી કરી છે. મુંબઈની ઇકોનોમિક ઓફિસ વિંગમાં આ મામલે હાર્દિક અને કૃણાલે ફરિયાદ દાખલ કરાવતા વૈભવની ધરપકડ કરવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વૈભવે બંને ભાઈઓ સાથે કરી 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી
વર્ષ 2021માં હાર્દિક અને કૃણાલે પોતાના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે મળીને પોલિમર બિઝનેસની શરૂઆત કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની 40-40 ટકા ભાગીદારી હતી જ્યારે વૈભવની 20 ટકા ભાગીદારી હતી. પાર્ટનરશીપની શરતો અનુસાર કંપનીને થનાર નફો પણ આ ભાગીદારી મુજબ વહેંચવામાં આવનાર હતો. જ્યારે વૈભવે બિઝનેસમાં થયેલા નફાને હાર્દિક અને કૃણાલને આપવાની જગ્યાએ એક અલગ કંપની બનાવાની સાથે તેમાં તે પૈસાનું રોકાણ કરી દીધુ. તેને લઈ હાર્દિક અને કૃણાલને આશરે 4 કરોડ 30 લાખનું નુકાસન ભોગવવું પડ્યું. આ વાતની જાણ થતા હાર્દિક અને કૃણાલે વૈભવ વિરુદ્ધ એક્શન લેવાનો નિર્ણય લીધો અને તેની ફરિયાદને આધારે મુંબઇની આર્થિક અપરાધ શાખાએ તેની ધરપકડ કરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હાર્દિક અને કૃણાલ આઈપીએલ 2024માં વ્યસ્ત
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની વાત કરીએ તો બંને ભાઈ હાલ આઈપીએલની 17મી સિઝનમાં વ્યસ્ત છે. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સની કમાન સંભાળી રહ્યાં છે, તો કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યા છે. આ સિઝનમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ કરી શક્યો નથી. કેપ્ટનશિપ સિવાય બોલિંગ અને બેટિંગમાં પણ તે ખાસ ઉકાળી શક્યો નથી. જ્યારે કૃણાલ પંડ્યાએ લખનઉ અને ગુજરાતની તાજેતરની મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.