ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી ખાબડે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી., ગુજરાત સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોના પરિણામે રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે, અને સાથે જ ખેડૂત હાઇ ટેક બની ડ્રોન અને નેનો ટેકનોલોજી પણ અપનાવતો થયો છે.

આ પણ વાંચો : PM Modi આજે શિક્ષણ ક્ષેત્ર આપશે મોટી ભેટ

PIC – Social Media

Gandhinagar : મંત્રીએ કહ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ માટે તેમની પાક ઉત્પાદકતા વધારવા તેમજ પાકોનું મૂલ્યવર્ધન કરવા રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને અને કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવું એ પણ આજના સમયની માંગ છે.

કૃષિ ક્ષેત્રે સિદ્ધિઓ વર્ણવતા બચુભાઈ ખાબડે (Bachubhai Khabad) કહ્યું કે, કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઈ.’ ટેગ (GI Tag)ની માન્યતા મળી છે. વધુમાં, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 197 કરોડના મૂલ્યનું 2.49 લાખ ક્વિન્ટલ બિયારણનું વિતરણ અને 17.33 લાખ ક્વિન્ટલ નોટીફાઈડ જાતોના બિયારણ પ્રમાણિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી એકંદરે 15 હપ્તામાં રૂ.15,407 કરોડથી વધુની રકમ સીધી 63 લાખ જેટલા લાભાર્થી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે.
 
કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ ખેત ઓજારોની ખરીદી પર રાજ્યના અંદાજે 1.58 લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા બજેટમાં રૂ. 701 કરોડની જોગવાઇ કરાઇ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની યોજનામાં રૂ. 350 કરોડ તેમજ ખેતરની ફરતે કાંટાળા તારની વાડના વિકલ્પ સ્વરૂપે સોલાર ફેન્સીંગ બનાવવા ઇચ્છતા ખેડૂતો માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે.

કુદરતી આપત્તિ સમયે નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા ચાર વર્ષમાં 29.74 લાખ ખેડૂતોને રૂ. 4625 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

મગફળી, ડાંગર, ઘઉં, કઠોળ જેવા પ્રમાણિત બિયારણ હેઠળનો વાવેતર વિસ્તાર વધે અને પ્રમાણિત થયેલ બિયારણોનો જથ્થો ખેડુતો દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં વાપરવામાં આવે તેવા ઉમદા આશયથી સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા રૂ. 80 કરોડની જોગવાઇ કરાઇ છે.

રાજ્યના દરેક ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પહોંચે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 9 લાખથી વધારે ખેડૂતો 7.57 લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે.

દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે અત્યાર સુધીમાં રાજ્યના 1.89 લાખ લાભાર્થી ખેડૂતોને રૂ. 506 કરોડ જેટલી સહાય આપવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

કૃષિમંત્રીએ બાગાયત વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિકસી રહી છે. અદ્યતન ટેકનોલોજી અને રાજ્ય સરકારના સહકાર થકી ખેડૂતો આજે ફળ અને શાકભાજીના ક્લસ્ટર બનાવી નિકાસલક્ષી ખેતી કરી રહ્યાં છે. છેલ્લા 20 વર્ષમાં 38 લાખ બાગાયતદારોને રૂ. 3353 કરોડની પ્રોત્સાહક સહાય આપવામાં આવી છે. જેના પરિણામે ફળ, શાકભાજી જેવા બાગાયતી પાકોના વિસ્તારમાં 160 ટકા અને ઉત્પાદનમાં 287 ટકાનો વધારો થયો છે.

રાજ્યમાં બાગાયતી પાકોની સંગ્રહ ક્ષમતા વધારવા મોટા કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા રૂ. 50 કરોડની અને બાગાયતી ઉત્પાદનને બજાર સાથે સાંકળવા માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂ. 15 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

જૂની પરંપરાગત બાગાયતી ખેતીને અદ્યતન ટેકનોલોજીયુક્ત કરવા માટે ગાંધીનગર, દાહોદ, અમરેલી અને થરાદ ખાતે કુલ 5 નવા સેન્ટર ઓફ એકસેલન્સ ઊભા કરવામાં આવશે.

જળ વ્યવસ્થાપન માટેના વિવિધ પ્રયાસોના કારણે રાજયનો ચોખ્ખો પિયત વિસ્તાર 61 લાખ હેક્ટરથી વધુ થયો છે. છેલ્લા બે દાયકામાં ખાદ્ય પાક ઉત્પાદનમાં 120 ટકા જેટલો, તેલીબીયા ઉત્પાદનમાં 94 ટકા જેટલો અને કપાસ ઉત્પાદનમાં 333 ટકા જેટલો વધારો થયો છે.

કૃષિ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત દિવેલા અને મગફળીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. જ્યારે કપાસ પાકના વાવેતર અને ઉત્પાદનમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. ચણા અને રાઈની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે.