Gandhinagar : રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ 44 ખેલાડીઓને રૂ. 1.38 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ISROની મોટી તૈયારી, મંગળ ગ્રહ પર ઉડાડશે હેલિકોપ્ટર
Gandhinagar : હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ છે. ગુજરાતના ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે, કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે.
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલપ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌ ખેલાડીઓએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. રમતવીરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમત ક્ષેત્રે અલગ અલગ લેવલ પર આગળ વધી શકે તે પ્રકારે આયોજન કરી ઈન સ્કૂલ અને DLSS તથા શક્તિ દુત યોજના થકી રાજ્યના ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ અને તાલીમ પૂરી પાડવામાં આવે છે. ખેલાડીઓની મહેનત અને રાજ્ય સરકારના સપોર્ટ થકી અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજ્ય સરકાર દ્વારા ખેલપ્રવૃત્તિને પ્રોત્સાહક અને વધુ પરિણામલક્ષી બનાવવા માટે મહત્વાંકાક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. તે પૈકી વર્ષ : 2014-15થી રાજ્યના રમતવીરોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા “ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અને વર્ષ : 2016-17 થી “દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અમલમાં છે.
ખેલપ્રતિભા પુરસ્કાર યોજના
રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને તેમજ જનરલ ઓલમ્પિક સિવાય પેરા ઓલમ્પિક્સ, મેન્ટલી ચેલેંન્જ ખેલાડીઓ, ડેફ-ડમ અને બ્લાઇન્ડ ખેલપ્રતિભા શાળી ખેલાડીઓને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવાની યોજના અમલમાં છે. જે અન્વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ/એશિયન ચેમ્પિયનશીપ (સિનીયર્સ), કોમનવેલ્થ ગેમ્સ/ એશિયન ચેમ્પિયનશીપ(જુનીયર્સ) સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય સ્થાન મેળવનાર ગુજરાતના ખેલાડીઓને રૂ. 5 કરોડથી લઇને રૂ. 10 હજાર જેટલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.