Drugs Seized : ગુજરાતમાં વધુ એક ડ્રગ્સની ખેપ મારતા ખેપિયા પોરબંદરના મધ દરિયેથી ઝડપાયા છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આશરે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં પણ સુરત વાળી, કોંગ્રેસ સાથે થઈ ગયો ખેલ
Drugs Seized : ગુજરાતની દરિયાઇ પટ્ટીમાંથી અવાર નવાર ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવે છે. ગુજરાત એટીએસ વિભાગ પણ પોતાનું કામ બખુબી કરી રહ્યું છે. ત્યારે વધુ એકવાર ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં પોરબંદરના દરિયામાંથી 2 આરોપી સાથે 173 કિલોથી વધુનુ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સની કિંતમ આશરે 1200 કરોડ રૂપિયા હોવાનું મનાઇ રહ્યું છે. હાલ આ બંને ક્યાંથી ડ્રગ્સ લાવી રહ્યાં હતા અને કોને સપ્લાઈ કરી રહ્યાં હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પાકિસ્તાનથી શ્રીલંકા જતુ હતુ કન્સાઇન્મેન્ટ
ઉલ્લેખનીય છે, કે રવિવારે પણ પોરબંદર દરિયામાંથી ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગોર્ડની સંયુક્ત કાર્યવાહીમાં એક પાકિસ્તાની બોટ કબ્જે કરવામાં આવી હતી. અલ રઝા નામની પાકિસ્તાની બોટમાંથી 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે 600 કરોડ રૂપિયાનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ, કે આ ડ્રગ્સ તમિલનાડુ થઈને શ્રીલંકા લઈ જવામાં આવી રહ્યું હતુ. જોકે તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ પાકિસ્તાનથી હાજી અસલમ નામનો શખ્સ શ્રીલંકાના ડ્રગ માફિયાને મોકલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
3 દિવસમાં ઝડપાયું 2 હજાર કરોડનું ડ્રગ્સ
ગુજરાતમાં લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે આ પ્રકારની દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે ગુજરાત પોલીસ અને સુરક્ષા વિભાગ એક્શન મોડમાં છે. એક બાજુ ગુજરાતની સરહદો પર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ગુજરાતની જળસીમાઓને સુરક્ષિત રાખવા તટ રક્ષક દળ દ્વારા સતત પેટ્રોલિંગ કરી કોઈ અઘટિત ઘટના ન સર્જાય તેનુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગ રૂપે એટીએસ દ્વારા છેલ્લા 3 દિવસમાં 2000 કરોડથી પણ વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.