Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH તથા અગાઉની સીરીઝ તથા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NF તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર રી ઈ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.

Rajkot: ટુ વ્હીલર માટે GJ-03-NH સીરીઝ અને ફોર વ્હીલર માટે GJ-03-NF સીરીઝનું યોજાશે રી ઈ-ઓકશન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Khabri Gujarat
Rajkot:
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH તથા અગાઉની સીરીઝ તથા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NF તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર રી ઈ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.16/11/2023 સાંજના 4 કલાકથી તા. 28/11/2023 સાંજનાં 4 કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા. 28/11/2023ના રોજ સાંજના 4 કલાક થી તા. 30/11/2023ના સાંજના 4 કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઈ-ઓકશન પુર્ણ થયે તા. 30/11/2023ના રોજ સાંજના 04-15 કલાકે કોમ્પ્યુટરાઇઝડ જનરેટેડ પરીણામ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NH સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.11/11/2023ના સાંજના 04:00 કલાકથી તા.20/11/2023 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. 20/10/2023ના સાંજના 04:00 કલાકથી તા. 22/11/2023ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 22/11/2023 સાંજના 04:15ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે.

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે.

આ પણ વાંચો: વાહન અકસ્માત યોજના જેમાં મળે છે પચાસ હજાર સુધીની ફ્રી મેડીકલ સારવાર, વાંચો આ માહિતી

અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.