Rajkot News: રાજકોટમાં આજી ડેમ (Aji Dam) વિસ્તારમાં એક ભૂલી પડેલી યુવતી મળી આવતા એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇન (181 Women Helpline)માં કોલ કરી જણાવ્યું હતું. આ અજાણી યુવતીને મદદ માટે 181 ટીમ તાત્કાલિક રવાના થઈ હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઘટના સ્થળ ઉપર પહોંચી કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા કોન્સ્ટેબલ સંગીતાબેન પંડયા સહિતની ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, અમરેલી જિલ્લામાં મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલ યુવતી અને તેમના પરિવારના સભ્યો વાડીમાં ભાગ રાખીને કામ કરે છે.
યુવતીને તેના ગામ નજદીકના ગામના એક યુવક સાથે પ્રેમ થઈ જતાં એને મળવા માટે યુવતી રાજકોટ આવી ગઈ હતી. પરંતુ તે યુવક મળવા આવી શક્યો ન હતો અને રાત્રી થઈ જતાં આજીડેમ વિસ્તારમાં સલામતી ન અનુભવતા યુવતી એક સોસાયટીમાં આવી હતી. સોસાયટીના જાગૃત નાગરિકે યુવતીની સ્થિતિ જાણી દ્વારા 181 ટીમને કોલ કરી બોલાવવામાં આવી હતી.
યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઇ હોય યુવતીને તેના ઘરે જતા ડર લાગી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં યુવતીનું કાઉન્સિલિંગ કરી માતાપિતાનો સંપર્ક કરી તેઓને તેની દીકરી બાબતે જાણ કરાઈ હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ત્યારબાદ અભયમ ટીમે લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને માતાપિતા ન આવે ત્યાં સુધી યુવતીને આશ્રય માટે સખી વન સ્ટોપમાં આશ્રય અપાવ્યો હતો.
આ પણ વાંચો: મીઠાપુર પોલીસ પર હત્યાનો પ્રયાસ કરનાર ટોળકી ઝડપાઈ
બે દિવસમાં યુવતીના માતા-પિતા આવી પહોંચતા, 181 ટીમ દ્વારા તેમનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવતીને સલામત પરિવારને સોંપાઈ હતી. આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા રાજકોટમાં ભૂલી પડેલી યુવતીને સલામત પરિવારને સોંપી સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું હતું.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.