ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

ખબરી ગુજરાત મનોરંજન

Pankaj Udhaas Passes Away : ગઝલ ગાયક પંકજ ઉધાસે ફાની દુનિયાને અલવિદા કરી દીધુ છે. તેઓએ 72 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. લાંબી બિમારીથી પિડાતા પ્રસિદ્ધ ગઝલ ગાયક મનહર ઉધાસનું આજે સવારે નિધન થયું હતુ.

આ પણ વાંચો – ISROની મોટી તૈયારી, મંગળ ગ્રહ પર ઉડાડશે હેલિકોપ્ટર

PIC – Social Media

Pankaj Udhaas Passes Away : બોલિવૂડના પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhaas)નું નિધન થયું છે. ગઝલ ગાયકે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી બિમારીથી પીડિત હતા. ગાયકની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી આપી છે. તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ થયો હતો. તેઓ ગઝલ ગાયક તરીકે ઉભરી આવ્યા હતા. ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં, તેમની સરખામણી તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે કરવામાં આવી હતી.

પરિવારે આપ્યું નિવેદન

પંકજ ઉધાસની પુત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જારી કરીને પરિવાર તરફથી નિવેદન જાહેર કર્યું છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે, અમે તમને જણાવીએ છીએ કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની એક હોસ્પિટલમાં સવારે 11 વાગ્યે તેમનું નિધન થયું હતું. પંકજ ઉધાસના મૃતદેહ હજુ પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. ભાઈઓની રાહ જોવાઈ રહી છે. આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વર્ષ 2006માં પદ્મશ્રી મળ્યો હતો

ઉધાસે ફિલ્મ ‘નામ’માં ગીત ગાઈને પ્રસિદ્ધિ મેળવી હતી, જેમાં તેનું એક ગીત ‘ચિઠ્ઠી આયી હૈ’ ખૂબ લોકપ્રિય થયું હતું. ત્યારથી તેણે ઘણી ફિલ્મોમાં પોતાનો સદાબહાર અવાજ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે ઘણા આલ્બમ્સ પણ રેકોર્ડ કર્યા અને એક કુશળ ગઝલ ગાયક તરીકે સમગ્ર વિશ્વમાં તેમની કળાનું પ્રદર્શન કર્યું. વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજકોટમાં થયો હતો પંકજ ઉધાસનો જન્મ

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતમાં રાજકોટ નજીક ચરખાડી-જેતપુરમાં એક જમીનદાર ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં તે સૌથી નાના હતા. પંકજના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ હતું. પંકજના મોટા ભાઈ પણ ગાયક હતા. મનોહર ઉધાસ બોલિવૂડમાં હિન્દી પ્લેબેક સિંગર હતા. પંકજ પહેલા પણ તેણે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી હતી. તેમના બીજા મોટા ભાઈ નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. સૌથી પહેલા નિર્મલ ઉધાસે સંગીતની દુનિયામાં પ્રથમ પગલુ ભર્યું હતુ.